Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબીમાં વધુ એક હત્યા : લખધીરપુર રોડ ઉપરની ઘટના: પોલીસ દોડી ગઈ: હત્યાનો સિલસિલો ચાલુ

મોરબી : મોરબીમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબીના લખધીરપુર રોડ ઉપર ગ્રાન્ડ વૈભવ હોટેલ નજીક એક કારખાનામાં મધ્યપ્રદેશના શ્રમિકની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ  હોટેલ ગ્રાન્ડ વૈભવ નજીક આવેલ રેડિયન્ટ એનર્જી નામના કારખાનામાં લેબર ક્વાટર્સમાં રહેતા મધ્યપ્રદેશના શ્રમિકની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવા આવી હોવાનું સામે આવતા બી ડિવિઝન પીઆઇ શ્રી વિરલ પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળે છે.

(1:34 pm IST)