Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

હીરણેશ્વર મહાદેવનાં મંદીર પાસે થયેલ ચોરીના આરોપીઓને પકડી મુદામાલ રીકવર કરતી મેંદરડા પોલીસ

જુનાગઢ, તા., ૧૦: રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિંદરસિંહ પવાર જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમશેટીની સુચના મુજબ તેમજ જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજા જુનાગઢ ડીવીઝનના સર્કલ પો.ઇન્સ. પી.એન.ગામેતી માર્ગદર્શન હેઠળ ચોરી તથા ઘરફોડચોરી તથા લુંટ જેવા મિલ્કત સંબંધી દાખલ થયેલ ગુન્હાઓ શોધી કા઼વા સુચના હોય જે આધારે મેંદરડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧ર૦૩૦૩૯ર૧ ૦૩૧ર/૨૦૨૧ આઇપીસી કલમ ૩૭૯,૧૧૪ મુજબનાં ગુન્હાના કામે ચોરીમાં ગયેલ ચોર મુદામાલ અંગેની તપાસમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. જયેશભાઇ દયાશંકરભાઇ વિક્રમાને હકીકત મળેલ કે સદરહું ચોરીના ગુન્હાને અંજામ આપનાર ઇસમો સાસણ મેંદરડા હાઇ વે રોડ ઉપર આવેલ રાયકા હોટલથી આગળ આવેલ પુલ પાસે ઉભેલ છે.

જેથી તુરત જ સદર જગ્યાએ ખરાઇ કરતા બન્ને ઇસમો મળી આવેલ હોય અને ગુન્હાની કબુલાત આપતા આ ચોરીમાં ગયેલ મુદામાલ સોનુ તથા ચાંદીના સાકળા રીકવર કરી (૧) રણજીતભાઇ ગોવીંદભાઇ પરમાર  દે.પુ. ઉ.વ.ર૩ ધંધો મજુરી તથા (ર) દિનેશભાઇ અરવિંદભાઇ વાળા દે.પુ. ઉ.વ.રર ધંધો મજુરી રહે. બન્ને ચિત્રોડ તા.તાલાળાને ઝડપી લઇ એક સોનાનું ઢાળીયુ કિ. રૃા. ૫૦૮૬૩ તથા ચાંદીના સાંકળા કિ. રૃા. પ૦૦ના તથા ગોગલ્સ તથા ઓરીજનલ ડોકયુમેન્ટ કબ્જે કરવામાં આવેલ છે.

આ કામગીરી (૧) પો.સબ ઇન્સ. કે.એમ.મોરી તથા (ર) એએસઆઇ જે.કે.હેરભા તથા (૩) પો.હેડ કોન્સ. જયેશભાઇ દયાશંકરભાઇ વિક્રમા તથા (૩) પ્રદ્યુમનસિંહ જી. ઝણકાટ તથા (૪) તુષારભાઇ અરવીંદભાઇ ગોંડલીયા તથા (પ) પો.કોન્સ. બોદુભાઇ અબ્દુલભાઇ મોરી તથા (૬) સુરેશભાઇ મોહનભાઇ ભંભાણા તથા (૭) પો.કોન્સ. વનરાજસિંહ ભીખાભાઇ ચાવડાનાઓએ કરેલ છે.

(1:32 pm IST)