Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જૂનાગઢ જિલ્લાના ૯ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૩ કરોડ ઉપરાંતના ખર્ચે ઓકિસઝન પ્લાન્ટ કાર્યરત

જૂનાગઢ તા. ૧૦ :ઙ્ગજૂનાગઢ જિલ્લાનાં ૯ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રૃા.૩ કરોડ ઉપરાંતના ખર્ચેઙ્ગPSAઙ્ગઓકિસઝન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. સંબંધિત વિસ્તારના ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આ પ્લાન્ટ કાર્યરત કરાયા છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સજ્જ થવા સાથે દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૩૦ ઓકિસઝન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરેક બેડમાં પાઇપલાઇનથી ઓકિસઝન મળશે.

ભેંસાણ,ઙ્ગ માળિયા,ઙ્ગ માંગરોળ,ઙ્ગ ચોરવાડ, માણાવદર, મેંદરડા, કેશોદ, બિલખા અને વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓકિસઝન પ્લાન્ટનું નિર્માણ કામગીરી પૂર્ણ કરાઇ છે.ઙ્ગPSAઙ્ગપ્લાન્ટ તથા ઓકિસઝન બેડની વ્યવસ્થા થતા લોકોને સિવિલ હોસ્પિટલ જૂનાગઢના બદલે સ્થાનિક સ્તરે વધુ સારી આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ થશે.ઙ્ગ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ દ્વારા માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇઙ્ગPSAઙ્ગપ્લાન્ટ તથા ઓકિસઝન પાઇપ લાઇન તેમજ બેડ સહિતની સુવિધાનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે અહીં આરોગ્ય કર્મીઓ સાથે બેઠક કરી કર્મચારીઓને રસીકરણ સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારશ્રીએ છેલ્લા દોઢ વર્ષથી કોરોના સહિતની આરોગ્યલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને બિરદાવી માળિયા તાલુકાના ૩૫ ગામમાં ૧૦૦ ટકા અને ઓલ ઓવર રસીકરણની ૮૦ ટકા કામગીરી સાથે માળિયાને તાલુકાને ૧૦૦ ટકા રસીકરણમાં આવરી લેવા માર્ગદર્શન આપ્યુ હતુ.(

(1:27 pm IST)