Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

વિસાવદરના સરસઇ ગામે મોણીયા - સરસઇ વડલી ફાટક રસ્તામાં ધ્રાફડ નદી પર ૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર મેજર બ્રીજનું ખાતમુહૂત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૦ : વિસાવદર તાલુકાના સરસઇ ગામે મોણિયા સરસઇ વડલી ફાટક રસ્તામાં ધ્રાફડ નદી પર ૫ કરોડના ખર્ચે તૈયાર થનાર મેજર બ્રીજનું ખાતમુહૂર્ત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું હતું.

જૂનાગઢ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર થનાર આ મોણિયા સરસઇ વડલી ફાટક રસ્તામાં ધ્રાફડ નદી પર તૈયાર થનાર બ્રીજથી આજુબાજુના ગામોના આશરે ૧૪૦૦૦ થી વધુ લોકોને આવન-જાવન માટે લાભ મળશે. પુલના બનવાથીઙ્ગ સરસઇ તથા આજુબાજુના ગામો જેવા કે જાવલડી, જાંબુડી, પ્રેમપરાને જિલ્લા મથકે જવા માટે બારમાસી ટૂંકો રસ્તો મળશે.વધુમાં પ્રસિધ્ધ યાત્રાધામ નાગબાઇ મંદિર મોણિયા, સંત રોહીદાસ આશ્રમ સરસઇ, સુપ્રસિદ્ઘ આપાગીગાની જગ્યા સતાધાર, ગીર મધ્યે આવેલ શ્રી કનકાઇ માતાજીના મંદિરે આવતા યાત્રિકોને બારમાસી સુવિધા મળશે. આ યાત્રાધામોએ જવા માટે વિસાવદર શહેરની મધ્યમાંથી પસાર થવું પડે છે. જેથી વિસાવદર શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થશે.ઙ્ગ

અત્રે ઉલ્લેખનીય છે કે,૧૨ માસમાં પૂર્ણ થનાર આ બ્રીજ મોણિયા સરસઇ વડલી ફાટક એમડીઆર કક્ષાના રસ્તા પર હોઇ બે સ્ટેટ હાઇવે જૂનાગઢ-વિસાવદર તથા વિસાવદર સાસણને જોડતો રસ્તો છે. આ ખાતમુહૂર્ત પ્રસંગે બ્રહ્માનંદ વિદ્યાધામ ચાંપરડાના સંત પૂ.મુકતાનંદબાપુ, જિલ્લા સહકારી બેન્કના એમડીઙ્ગ દિનેશભાઇ ખટારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, જૂનાગઢ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી દિલીપભાઇ સિસોદિયા,જયકુમાર ત્રિવેદી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઇ કાવાણી, અગ્રણી ભૂપેન્દ્રભાઇ રીબડિયા, શ્રી હરિભાઇ રિબડીયા સહિતના સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.(

(1:22 pm IST)