Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

રણજીતપુરમાં જુગાર રમતા ૭ ઝડપાયા

ખંભાળીયાઃ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીએ દારૃ-જુગારની અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલસીબીના પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ. એસ.વી.ગળચર એલસીબી સ્ટાફ સાથે દ્વારકા વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા.

દરમ્યાન પોલીસ હેડ કોન્સ. મસરીભાઇ આહીર તથા લાખનભાઇ પીંડારીયાને મળેલ બાતમી અનુસંધાને હેમંતભાઇ નાથુભાઇ  કાંબરીયા રહે. નવાપરા  વિસ્તાર, રણજીતપુર ગામ તા. કલ્યાણપુર વાળા  તેના મકાને જુગારનો અખાડો ચલાવે છે. તેવી હકીકત વાળા સ્થળે રેઇડ કરી રૃપીયા ૪૭રપ૦ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ. રૃા. ૧૦,પ૦૦ તથા મો.સા. વાહન નંગ-૧ કિ. રૃા. ૩૦,૦૦૦ મળી કુલ રૃા. ૮૭,૭પ૦ ના મુદામાલ  સાથે (૧) હેમંતભાઇ નથુભાઇ કાંબરીયા (ર) રાજશીભાઇ જેઠાભાઇ કાંબરીયા (૩) નારણભાઇ રામભાઇ કાંબરીયા (૪) ગોવીંદભાઇ જેઠાભાઇ કાંબરીયા (પ) હરીશભાઇ દેવજીભાઇ રાઠોડ (૬) કાનાભાઇ માલદેભાઇ ભોચીયા (૭) પીઠાભાઇ ભીખાભાઇ આંબલીયાને ઝડપી લીધા હતા.

આ કાર્યવાહીમાં પીએસઆઇ પી.સી.શીંગરખીયા, એએસઆઇ ભરતભાઇ ચાવડા, સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, દેવસીભાઇ ગોજીયા, કેશુરભાઇ ભાટીયા, નરસીભાઇ સોનગરા, બોધાભાઇ કેશરીયા, અરજણભાઇ મારૃ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ ગોહીલ, જીતુભાઇ હુણ, મહેન્દ્રસિંહ  જાડેજા, હસમુખભાઇ કટારા, પીસી વિશ્વદિપસિંહ જાડેજા જોડાયા હતા.

(1:14 pm IST)