Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ઉપલેટા યાર્ડની ચુંટણીમાં વેપારી વિભાગમાંથી ફોર્મ ખેંચાતા મંત્રી જયેશ રાદડીયાની પેનલના ૪ બિનહરીફ

ખેડુત વિભાગ તથા ખરીદ વેચાણમાં એક એક અપક્ષ રહેતા તેની ૧૭મીએ ચુંટણી

ઉપલેટા, તા., ૧૦: અહીના માર્કેટીંગ યાર્ડની રસાકસીભરી ચુંટણીમાં કુલ ૧૬ ઉમેદવારો સામે ૩૭ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા. પરંતુ આજના ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વેપારી વિભાગમાં ૪ સિવાયના તમામે ફોર્મ ખેંચી લેતા તે બીન હરીફ થવા પામ્યા છે. જયારે ખેડુત વિભાગમાં ૧૦ સભ્યો સામે અપક્ષ ભારતીબેન બાબરીયાએ ફોર્મ ન ખેંચતા તથા ખરીદ વેચાણની રૂપાંતર વિભાગની બે બેઠકોમાં અપક્ષ અશોકભાઇ લાડાણીએ ફોર્મ ન ખેંચતા બન્ને મળી કુલ ૧૨ બેઠકોની ચુંટણી આગામી તા.૧૭-૯ના રોજ થશે.  આજના ફોર્મ ખેચવાના અંતિમ દિવસે વેપારી વિભાગની ચાર બેઠક બિન હરીફ થયેલ છે અને ખેડુત વિભાગની અને રૂપાંતર વિભાગની જોતા ડીરેકટરો કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની પેનલના ચુંટાશે વેપારી વિભાગના નિકુલભાઇ ચંદ્રવાડીયા, વિનુભાઇ ઘેટીયા, હસમુખભાઇ પાડલીયા અને કિશોરભાઇ બાબરીયા જયારે આજ પેનલના ખેડુત વિભાગમાંથી હરીભાઇ ઠુંમર, પરેશભાઇ ઉચદડીયા, રમેશભાઇ ખાંટ, જમનભાઇ ગેડીયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, સંજયભાઇ માકડીયા, વલ્લભભાઇ મુરાણી, રણમલભાઇ વામરોટીયા, ગોપાલભાઇ સખીયા, બાબુભાઇ હુંબલ જયારે વેચાણ સંઘમાંથી આજ પેનલના દલપતભાઇ માકડીયા અને જેન્તીભાઇ બરોચીયા ઉભા રહયા છે. 

(11:55 am IST)