Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જામનગરની ભાગોળે સપડા ગામની ધાર ઉપર બિરાજમાન શ્રી સિધ્ધિ વિનાયક ગણેશજી મંદિરે ભાવિકો દ્વારા પૂજન-અર્ચનઃ

જામનગર : ગણેશ ચતુર્થી નિમિત્ત્।ે જામનગર ની ભાગોળે આવેલા સપડા ગામની સીમમાં ધાર ઉપર બીરાજતા ૫૦૦ વર્ષથી વધુ પૌરાણિક શ્રી સિદ્ઘિવિનાયક મંદિરે દૂરદૂરથી ભકતો રાત્રીથી જ ચાલીને પહોંચી રહ્યા છે. દર વખતે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ઘાળુઓ ગણેશ ચતુર્થીના આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ લોકો સિદ્ઘિવિનાયકના દર્શન માટે પહોંચી રહ્યા છે. ખાસ સપડેશ્વર શ્રી સિદ્ઘિવિનાયક મંદિરમાં ભકતોને સોશિયલ ડિસ્ટન્સ થી દર્શન માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને દિવસ દરમિયાન વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ સપડા ખાતે જોવા મળ્યો હતો. મંદિરના મહંત મિલનગીરી મહારાજ અને સેવકો દ્વારા સવારથી જ વ્યવસ્થા કરાય છે. મંદિરમાં ગણેશજીની સ્વયંભૂ પ્રતિમાને ખાસ મોદકનો ભોગ પણ કરવામાં આવ્યો છે તેમજ ગણેશ ચતુર્થી નિમિત્ત્।ે મંગળા આરતી, હવન અને ધ્વજા રોહણ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે લોકો પણ સપડા તરફ આવી ગણપતિની પ્રતિમાના દર્શન કરી રહ્યા છે અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. (અહેવાલઃ :મુકુંદ બદિયાણી, તસ્વીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(11:54 am IST)