Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ઉનામાં ટ્રાફિકને અડચણરૂપ વાહનો રાખનારા ૧૦ વ્યકિતઓ પાસેથી દંડ વસુલ

ઉના તા. ૧૦ :.. પોલીસે રસ્તામાં દબાણ કરી અને આડેધડ વાહન પાર્કીંગ કરતા ટ્રાફીકને અડચણ રૂપ ૧૦ લોકો સામે ર૮૩ મુજબ ૧૦ વાહનો સાથે સ્થળ ઉપર દંડ વસુલ કરી અને ર વાહનો ડીટેઇન કરી રસ્તો ખુલ્લો કરાવેલ હતો.

આડેધડ વાહન પાર્કીંગ તથા લારીવાળા દ્વારા રોડ ઉપર દબાણ ઉભુ કરી દેવાતા ટ્રાફીક જામના પ્રશ્નો ઉભા થતા હતાં તેથી ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી, પી. એસ. આઇ. જે. વી. ચુડાસમા, એચ. વી. ચુડાસમા, ત્થા પોલીસ સ્ટાફ સાથે શહેરમાં એસ. ટી. બસ સ્ટેશન વિસ્તાર, ટાવર ચોકથી ત્રિકોણબાગ, સોનીબજાર, પોસ્ટ ઓફીસ ચોક, શાક માર્કેટ સામે લારી ઉભી રાખી વેપાર કરતા લોકો સામે ૧૦ લોકો સામે કલમ ર૮૩ મુજબ કાર્યવાહી કરી ૧૦ વાહન ચાલકો સામે સ્થળ ઉપર રૂ. ૪ર૦૦ દંડ વસુલ કરેલ ર વાહનો ડીટેઇન કરતા નો-પાર્કીંગ ઝોનમાં ઉભા રહેતા વાહન ચાલકો લારીવાળા લોકોમાં ફફડાટ ફેલાયો હતો પોલીસ ટ્રાફીક હળવો કરી કાયદાનાં ભંગ કરનાર સામે પગલા લેતા લોકોમાં રાહત ફેલાઇ હતી.

(11:51 am IST)