Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સાયલા લાલજી મહારાજની જગ્યામાં શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહનો પ્રારંભ

ભાવનગર, તા. ૧૦ :. ભગતના ગામ સાયલા લાલજી મહારાજ જગ્યામાં શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા. ૮ થી., ૧૫ સુધી મહંત પૂ. દુર્ગાદાસબાપુના સાનિધ્યમાં યોજાયો છે.

વ્યાસાસને દુદાણા (મહુવા)ના વતની અને હાલ વલસાડ નિવાસી શાસ્ત્રી દુમીલભાઈ એચ. જોષી બીરાજી અમૃતપાન કરાવશે. કથાનો સમય સવારે ૯ થી ૧૨, બપોરે ૩ થી ૬ રાખવામાં આવેલ છે. વિક્રમ સંવત ૧૮૫૬ ચૈત્રસુદ ૯ સોમવાર બપોરે ૧૨ના મધ્યાહ્ને વાંકાનેર પાસે સિંધાવદર ગામે દશા શ્રીમાળી વણિક કુટુંબમાં બળવંત શાહ અને વિરૂબાઈને ત્યાં બાળકનો જન્મ થયો અને આગળ જતા સંત લાલજી મહારાજ તરીકે ઓળખાવા લાગ્યા.

આ મહાપુરૂષે શ્રી સંપ્રદાય 'બાવન દ્વારાન્ત ગર્ત' શ્રી કુબાજી મહારાજ દ્વારા પરંપરા વાંકાનેર રઘુનાથજી મંદિરના મહંત શ્રી ૧૦૮ સેવાદાસ મહારાજ પાસેથી શ્રી વૈષ્ણવી દીક્ષાગ્રહણ કરી કુબાજી મહારાજ યતિરાજ સર્વભૌમ જગદ્ગુરૂ શ્રી ૧૦૦૮ સ્વામી રામાનંદાચાર્ય મહારાજના પરમ કૃપાપાત્ર શિષ્ય હતા. ધર્મ પ્રચાર માટે વિચરતા સંત શીરોમણી લાલજી મહારાજ સાયલાના ઠાકોર સાહેબ મદારસિંહ (પ્રથમ)ના આમંત્રણથી વિ.સં. ૧૮૮૯ની સાલમાં સાયલા (સુરેન્દ્રનગર) પધારી ત્યાં જગ્યાની સ્થાપના કરી હતી.શિરાપુરીના સદાવ્રતનો પ્રારંભ કર્યો. આજે પણ અખંડ હરિહર શરૂ છે. વિ.સં. ૧૯૧૮ કારતક સુદ દશમ બુધવારના સંત લાલજી મહારાજ સાકેતવાસી થયા. ભગવદ્ ગુણોના વિરલ ધારક મહંત પૂ. દુર્ગાદાસબાપુએ કૃષ્ણગાથાનો લાભ લેવા નિમંત્રણ પાઠવેલ છે

(11:18 am IST)