Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ગોંડલમાં ૩૬ કલાક છતા પાણીનો નિકાલ નહિવતઃ

ગોંડલઃ જયારથી ઉમવાળા ફાટક પાસે અન્ડર બ્રિઝ બનાવામાં આવ્યો છે ત્યારથી લોકોને વાહન ચલાવું મુશ્કેલ બન્યું છે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં જાણે સ્વિમિંગ પુલ બનતો હોવાના દ્રષ્યો સર્જાય છે ત્યારે માત્ર પાંચ ઇંચ વરસાદને લઈને પાલિકા તંત્ર દ્વારા જાણે એન્જિનિયર ડૈયા ત્રાકુડા થી સ્પેશિયલ બોલાવીને આ અન્ડર બ્રીઝ બનાવવામાં આવ્યો હોવાનું જૂની કહેવત પ્રમાણે લોકોમાંથી બોલાઈ રહ્યું છે ત્યારે શહેરમાં વરસાદને ૩૬ કલાક વીતયા હોવા છતા પાલિકા તંત્ર આ પાણી નિકાલ કરવામાં વામણુ પુરવાર થયું છે જે ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃહરેશ ગણોદીયા-ગોંડલ)

(11:14 am IST)