Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કોટડા બાવીસી પાસેનો ફુલઝર ડેમ છલોછલ: જામજોધપુર, ઉપલેટાના અનેક ગામને નદીના પટમાં નહીં જવા તાકીદ

ગીંગણી, સીદસર, વાલાસણના ગ્રામજનોને નદીના પટમાં નહીં જવા રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા કરાઈ તાકીદ

રાજકોટ :  ભારે વરસાદથી ફુલઝર ડેમમાં પાણીની આવક થઇ છે હાલમાં  કોટડા બાવીસી પાસેનો ફુલઝર ડેમ છલોછલ ભરાઈ ગયો છે, ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતાને પગલે , જામજોધપુર, ઉપલેટાના અનેક ગામના  ગ્રામજનોને નદીના પટમાં નહીં જવા તાકીદ કરાઈ છે ગીંગણી, સીદસર, વાલાસણના ગ્રામજનોને  રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા તાકીદ કરાઈ છે

(10:42 pm IST)