Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

નવજાત શિશુ બહેરા- મૂંગા તો નહી થાયને? " ચિંતાનું નિવારણ: મોરબીમાં તા ૧૨ના તદન ફ્રી કેમ્પ: ફક્ત ૧૫ સેકન્ડમાં ટેસ્ટ થઈ જશે

અગાઉ ઓપરેશન કરાવેલ બાળકોની તકલીફ નું નિરાકરણ પણ. કરી અપાશે

મોરબીમાં નવજાત શિશુ બહેરા- મૂંગા તો નહી થાયને? આ ચેક કરવા માટે એક ફ્રી નિદાન કેમ્પ નું આયોજન હાથ ધરવા મા આવેલ છે. ૦ થી ૬ વર્ષ સુધીના બાળકો માટે આગામી ૧૨ તારીખે સવારે ૯ થી ૧ સુધી ડો.પ્રેયસ પંડ્યા શિવમ હોસ્પિટલ રામચોક મોરબી મા ફ્રી કેમ્પ નું આયજન રાખેલ છે જેમાં નવજાત શિશુ ને માત્ર ૧૫ સેકન્ડ મા ટેસ્ટ કરવાથી ખબર પડી જશે કે બહેરાશ છે કે નહીં

દરેક મા બાપે આ લાભ લેવા અનુરોધ કરાયો છે.
નામ નોંધવા માટે મોં 84608 43715,  80002 40902નો સંપર્ક શાધી શકાય છે
આ ઉપરાંત જે બાળકો ના કોક્લિયર ઈંપ્લાન્ટ ઓપરેશન થઈ ગયા છે તેને કોઈ પણ તકલીફ હોય, મશીન માટે કોઈ પણ તકલીફ હોય સ્પીચ થેરાપીની કોઈ પણ તકલીફ હોય તો ડો.મેડમ સુરી ગાંધીનગર થી આવશે અને આપને મળશે તેઓ એ 1000 થી વધુ કોક્લિયર ઓપરેશનો કરેલ છે અને ગુજરાત સરકાર ના ન્યૂડલ ઓફિસર છે  
માટે આથી ઓપરેશન કરાવેલ બાળકો ના મા બાપ ની મૂંઝવણ દૂર કરવા આ કેમ્પ રાખેલ છે તો જરૂર ૧૨ તારીખે ૧૧  વાગ્યા થી ૧ વાગ્યા શુધી મા ચંદ્રકાન્ત દફતરી 9825223198
ડો.પ્રેયસ પંડયા ની હોસ્પિટલ રામચોક મોરબી  ખાતે સંપર્ક સાધી શકાય છે

 બાળકો ની ફાઇલ સાથે લાવસો. જે તકલીફ છે તે એક કાગળ ઉપર તમારા સરનામા સાથે મોબાઈલ નમ્બર સાથે લખી ને આવસો. તેમ જણાવાયું છે
ઉપરોક્ત બન્ને કેમ્પ નો લાભ લેવા જાહેર જનતા ચંદુભાઇ દફતરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

(9:56 pm IST)