Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબી ગેંગવોરની ઘટનામાં હત્યામાં વપરાયેલી કાર કબજે : ચાર ઈસમો પોલીસના હાથવેંતમાં ? :

હત્યામાં વપરાયેલી કાર ખેરવા નજીકથી કબજે લીધી

મોરબીના શનાળા બાયપાસ નજીક કારમાં આવેલ ઇસમોએ ધડાધડ ફાયરીંગ કરીને કારમાં સવાર મમુ દાઢી સહિતના ત્રણ વ્યક્તિને નિશાન બનાવ્યા હતા જે બનાવમાં મમુ દાઢીનું મોત થયું હતું જે હત્યાના બનાવ મામલે ૧૩ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી હોય જેમાં હત્યામાં વપરાયેલ કાર પોલીસે કબજે લીધી છે તો ત્રણથી ચાર આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે
મોરબીના શનાળા બાયપાસ નજીક ફાય્હારીંગ કરીને મમુ દાઢીનું મોત થયું હોય જે બનાવ મામલે મૃતકના પુત્ર મકબુલ મહમદ હનીફભાઈ કાસમાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રફીક રજાક માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનીયા, આરીફ ગુલામ મીર, ઈસ્માઈલ યારમામદ બ્લોચ, રીયાઝ રજાક ડોસાણી, ઈરફાન યારમામદ બ્લોચ, રમીજ હુશેન ચાનીયા, મકસુદ ગફુર સમાં, એઝાજ આમદ ચાનીયા અને ચાર અજાણ્યા ઈસમો સહિતના ૧૩ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(9:54 pm IST)