Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

માળિયાના જુના ઘાટીલા-વવાણીયા ગ્રામ પંચાયતના નવા મકાનો મંજુર: ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પ્રયાસોથી મળી મંજુરી

માળિયા તાલુકાના જુના ઘાટીલા અને વવાણીયા ગ્રામ પંચાયતના હાલના મકાન નાના અને અગવડતાભર્યા હોય જેથી નવા મકાન મંજુર કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત સંદર્ભે બંને ગ્રામ પંચાયતના નવા મકાનો મંજુર કરવામાં આવ્યા છે
મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામ અને વવાણીયા ગામના હાલના પંચાયત મકાન જુના અને જર્જરિત હોય જેથી નવા મકાન બાંધવા જીલ્લા પંચાયત મારફત વિકાસ કમિશ્નર અને પંચાયત વિભાગમાં દરખાસ્ત મોકલી હતી જેનું સતત ફોલોઅપ કરીને ધારાસભ્યે જુના ઘાટીલા ગામે રૂ ૧૪ લાખ અને વવાણીયા ગામે પણ રૂ ૧૪ લાખના ગ્રામ પંચાયતના મકાનો મંજુર કરાવ્યા છે
ધારાસભ્યે પંચાયત મંત્રી જયદત્તસિંહ પરમાર અને નાયબ મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રી નો બંને ગ્રામજનો વતી આભાર માન્યો છે જુના ઘાટીલા અને વવાણીયા ગામની લાંબા સમયની પંચાયતના નવા મકાનો મળવા માટેની માંગણી પૂર્ણ થઇ છે જેથી ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે.

(8:56 pm IST)