Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબીમાં ગોપાલ સોસાયટી નજીક જુગાર રમતા સાત ઝડપાયા.

રોકડ રકમ રૂ.૩૪૯૫૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબીમાં ગોપાલ સોસાયટીના નાકે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીમાં ગોપાલ સોસાયટીના નાકે જાહેરમાં જુગાર રમતા હરિભાઈ લાલબહાદુર રાવત, મનીષસિંગ રતનસિંગ વિશ્વકર્મા, જીવણભાઈ નરેશભાઈ રાવલ, જબ્બરભાઈ દાનસીંગભાઈ રાવલ, હરીશભાઈ માનસિંગભાઈ બોગટી, કરણભાઈ જીતબહાદુર બીકે અને વખતભાઈ કરણભાઈ રાવલને રોકડ રકમ રૂ.૩૪૯૫૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(8:53 pm IST)