Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબી યુવા આર્મી ગ્રુપના સભ્યે રક્તદાન કરી જન્મદિવસ ઉજવ્યો

મોરબી :  હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય થકી મોરબી જિલ્લામાં દિવસ હોય કે રાત ૨૪ કલાક ઇમરજન્સી રક્ત માટે હંમેશા યુવા આર્મી ગ્રુપ ખડેપગે રહે છે. અને જરૂરિયાતમંદ દર્દીને રક્ત પુરૂ પાડીને માનવતા મહેકાવી રહ્યું છે.

ત્યારે મોરબી યુવા આર્મી ગ્રુપના સભ્ય અને પરસોતમભાઇ પરમારનો આજે પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. સાથે પરસોતમભાઇ હમેંશા સેવા કાર્યમાં અગ્રેસર રહેતા હોવાથી બહોળા મિત્ર વર્તુળ તરફથી તથા સગા-સંબંધી તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી છે. ત્યારે રક્તદાન કરીને જન્મદિવસ ઉજવવા બદલ યુવા આર્મી ગુપ્રે કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.

(8:51 pm IST)