Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબીમાં સંસ્થાઓના સહયોગથી પી જી પટેલ કોલેજ ખાતે વેક્સીનેશન કેમ્પ યોજાયો

એનએસએસ યુનિટ પી જી પટેલ કોલેજ મોરબી, લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે મેગા વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો પી જી પટેલ કોલેજ ખાતે આયોજિત કેમ્પમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જે કેમ્પમાં પ્રથમ અને બીજો બંને ડોઝ આપવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી
કેમ્પની શરૂઆત વિવિધ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી જેમાં સંસ્થાનાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ, કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપકો જિનદાસ ગાંધી, અનિલભાઈ કંસારા, લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગનાં પ્રમુખ ડો. પ્રેયસ પંડ્યા, પીયુષ પટેલ, કે પી ભાગિયા અને કલબના હોદેદારો જોડાયા હતા.
આ કેમ્પમાં કોલેજના વિધાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં રસીકરણ માટે નોંધણી કરાવીને જનજાગૃતિનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હતું આ કેમ્પ માં પ્રથમ અને બીજો એમ કુલ મળીને ૧૨૫ થી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે પી જી પટેલ કોલેજના પ્રાધ્યાપકોએ સઘન વ્યવસ્થા સંભાળી હતી. આ તકે સંસ્થાનાં આચાર્યએ કેમ્પમાં સહયોગ આપનાર આરોગ્યકર્મીઓ અને તમામનો અભાર વ્યક્ત કર્યો હતો.

(8:50 pm IST)