Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મોરબીમાં સમડીનો આંતક ફરી સામે આવ્યો:વૃદ્ધના હાથમાંથી લાખોની થેલી ઝૂંટવી.

કુબેર સિનેમા પાસે વહેલી સવારે તસ્કરે વૃદ્ધના હાથમાંથી થેલી ઝૂંટવી રૂ.૧,૭૫ લાખની લૂંટ

મોરબીમાં તસ્કરોનો આતંક યથાવત હોય તેવા સમાચાર સમયે આવી રહ્યા છે. જ્યાં કુબેર સિનેમા પાસે વહેલી સવારે તસ્કરે વૃદ્ધના હાથમાંથી થેલી ઝૂંટવી રૂ.૧,૭૫ લાખની લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે.આ મુદ્દે વૃદ્ધે મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

 
મળતી વિગત મુજબ કુબેર સિનેમા પાછળ ત્રાજપર ધાર વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય દેવજીભાઇ નાગજીભાઇ ગણેશીયાએ પોલીસ ફરિયાદમાં નોધાવી હતી કે ગત તારીખ ૦૮ સવારે ૬ વાગ્યાના તેમની ચા નાસ્તાની કેબિનમાં જવા નીકળ્યા હતા. તેમના કેબિનમાં તેઓ મની ટ્રાન્સફર અને મોબાઈલ ફોન તથા ટીવી નું રિચાર્જ અને ચા નાસ્તાનું કામ કરે છે. શનિવાર તથા રવિવાર એમ બે દિવસ રજા હોવાથી કેબિનમાં મની ટ્રાન્સફર કરેલું હતું જેના રૂપિયા આવેલા હતા તે રૂપિયા તેમણે તેમના ઘરમાં રાખ્યા હતા. સોમવારે ના રોજ સવારે જયારે તેઓ નીકળ્યા ત્યારે કેબિનની ચાવી કપડાની થેલીમાં મૂકી હતી. અને તેમાં રોકડા રૂપિયા રૂ.૧,૭૫ લાખ રાખ્યા હતા. આ ઉપરાંત તેમની પાસે બીજી પણ એક થેલી હતી જેમાં શ્વાન માટે રોટલી તથા દૂધ લઈને તેઓ નીકળ્યા હતા. તેઓ બન્ને થેલી લઈને કુબેર સિનેમા પાસે રસ્તા પરથી પગપાળા જતા હતા અને તેમની કેબિન પાસે પહોંચ્યા એ દરમિયાન કોઈ માણસે તેમને પાછળથી ઝુંટ મારી રૂપિયા વાળી થેલી લઈ લીધી હતી એ સમયે દેવજીભાઈ લથડાઈ ગયા હતા. તેમણે તુરંત પાછો ફરીને જોયું તો લાલ કલરનું ટીશર્ટ અને શર્ટ પહેરેલ આશરે ૨૦ વર્ષનો એક યુવક મોઢે રૂમાલ બાંધી નથી ઉભો હતો અને દેવજીભાઈએ તેને જોઈ જ હતા યુવક ત્યાંથી નાસી ગયો હતો.દેવજીભાઈએ પાછળ જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ઉંમરના કારણે તેઓ ત્યાં પહોંચી શક્યા ન હતા. જે થેલીની તસ્કરી થઈ તેમાં મની ટ્રાન્સફર અને મોબાઈલ રિચાર્જ અને ટીવી રિચાર્જ સહિતના રૂપિયા ૧,૭૫ લાખ હતા તેથી આ મામલે દેવજીભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોધાવી છે આ ફરિયાદીના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:48 am IST)