Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મોરબી : આરોગ્ય કર્મચારી મહાસંઘ શુક્રવારથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે.

વિવિધ પડતર પ્રશ્નો નહિ ઉકેલાતા લેવાયો નિર્ણય.

મોરબી :  આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરબી (સૂચિત) દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને લડત ચલાવી રહ્યા છે જે સંગઠન દ્વારા તા. ૧૨ ને શુક્રવારથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાવવા એલાન કરાયું છે

આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરબી (સૂચિત) દ્વારા જીલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે જીલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીના પડતર પ્રશ્નો મામલે સરકારમાં અનેક રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી
જેથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે મોરબી જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા આરોગ્ય કચેરી અને જીલ્લા કક્ષાએ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ તેમજ જીલ્લાના સુપરવાઈઝર સહિતની કેડરના તમામ આરોગ્ય કર્મચારીઓ તા. ૧૨ ને શુક્રવારથી અચોક્ક્સ મુદતની હડતાલમાં જોડાશે તેમ જણાવ્યું છે.

(12:43 am IST)