Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પડધરી તાલુકાના પ૮ ગામના સરપંચ એસોસીએશનના પ્રમુખપદે હઠીસિંહ જાડેજા ચંૂટાયા

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા. ૧૦ : પડધરી તાલુકાના પ૮ ગામોની ગ્રામ પંચાયતના સરપંચ એશોસિએશનના પ્રમુખ પદ માટે પડધરી ખાતે ચૂંટણી યોજાયેલ જેમાં ૪૪ ગ્રામ પંચાયતોના સરપંચ ઉપસ્‍થિત રહી યોજાયેલ ચૂંટણીમાં મતદાન કરેલ જેમાં કુલ ચાર ઉમેદવારી એ ઉમેદવારી નોંધાવેલ. પડધરી તાલુકાના વણપરી ગામના સરપંચ હઠીસિંહ જાડેજા કે જેઓ છેલ્લી નવ ટર્મથી સર્વાનુમતે વણપરી ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટાઇ આવે છે. તેઓએ સ્‍થાનીક આગેવાનો અને કાર્યકર્તાઓના સહયોગ અને સમર્થની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલ અને થયેલ મતદાન ૪૪ પૈકી ર૭ મતો મેળવી પ્રતિષ્‍ઠા અને વિશ્વસનિયતાની કસોટીમાં સફળતા ઉજવળ પરંપરા સ્‍થાપિત કરી જાહેર જીવનના ઉચ્‍ચ્‍ શિખરો સર કરી રહેલ છે. તેઓ હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડીરેકટર પદે, જમીન વિકાસ બેંક પડધરી શાખાના ડીરેકટર પદે, રાજકોટ નાગરિક સહકારી બેંક પડધરી શાખા સલાહકાર સમિતિના સભ્‍ય પદે રહી સમાજ ઉપયોગી કાર્યોમાં સેવા આપી રહેલ છે.

ઉપસ્‍થિત આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સરપંચશ્રીઓએ વિજેતા થયેલ પ્રમુખને અભિનંદન સાથ શુભેચ્‍છા પાઠવેલ છે.

(1:27 pm IST)