Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વિધાનસભા લોકસભા અને રાજયસભામાં વિરોધ પક્ષોને લોકોના પ્રશ્ને બોલવા માટે પુરતો સમય અપાતો નથી ?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: જરા વિચારો ગુજરાતમાં ભાજપ સરકારનું ર૭ સતાવીસ વરસથી શાસન છે. અને કેન્‍દ્રમાં ભાજપ ભારત સરકારનું શાસન દશકાની આસપાસ રહેલ છે. વિધાનસભા લોકસભા રાજયસભામાં વર્તમાન ભાજપ સરકારનો પ્રભાવ વધતો જાય છે. પ્રજામતથી ચુંટાયેલ વિરોધ પક્ષના સભ્‍યની કે વિરોધી પક્ષોને વિશ્વની મોટામાં મોટી લોકશાહી ધરાવતી હિન્‍દુસ્‍તાન ભારત સરકારનો પ્રભાવ શાસન પર કેટલો છે તટસ્‍થ ગણના વિધાનસભા લોકસભા રાજયસભાના અધ્‍યક્ષ મતદારો દ્વારા ચુંટાયેલ ધારાસભ્‍ય સાંસદસભ્‍ય રાજયસભાના સાંસદ સભ્‍યોને તેમના વિચારો પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓને બોલવા માટે રોક લગાવી દયે છે. તેમના વિચાર વાણી પ્રતિનિધી  તરીકેના હકકે હક્કો ભોગવવા દેવામાં અવૈદ્યતા દર્શાવી રોક લગાવે છે. વિધાનસભા લોકસભા રાજયસભામાં અમુક સમય અમુક દિવસ અથવા સત્ર પુરૂ થાય ત્‍યાં સુધી સસ્‍પેન્‍ડ કરી દયે છે?

મતદારોએ તેમના પ્રતિનિધિ તરીકે ચુંટીને મોકલેલ વિધાનસભા લોકસભા સંસદ કે રાજયસભામાં આખરે જે રજુઆત કરશે તે તેમના વિસ્‍તારના મતદાતાઓ નાગરીકોના મંતવ્‍ય તેમની મુશ્‍કેલી અને યાતનાને સમજી રજુઆત કરે છે અને તેમને અટકાવી શકાય નહી અધ્‍યક્ષ શ્રી તથા વહીવટ ચલાવતી સરકારમાં બેઠેલ પ્રતિનિધીઓએ આટલી સમજણ તટસ્‍થા ધ્‍યાને રાખી વિરોધપક્ષને તેમના ચુંટાયેલ પ્રતિનિધી મુકત રીતે બોલવા દેવા જોઇએ. જે સાચી રાજનીતી-રાજધર્મ  પ્રજાસતાક રાજયની આન શાસન જળવાય રહે તે દિશામાં બંધારણ અનુસરી લોકશાહીની ગરીમાને આંચ આવવા દેવી જોઇએ નહી.

 એવુ જાણમા આવે છે અને ચિત્ર ઉપસેલ હોય છે કે જયારે સતામાં રહેલ શાસક પક્ષ કોઇ કાયદો લાવવા ઇચ્‍છા ધરાવતો હોય અથવા નિયમમાં સુધારા-વધારા કરવાના હોય અને કાયદાના મુળભુત સિધ્‍ધાંતને અનુસરી કાર્યવાહી કરવાની હોય ત્‍યારે વિધાનસભા લોકસભા રાજયસભા વિરોધપક્ષના મંતવ્‍યો તેમના વિચારો સુધારા વધારા વિગેરે બાબત રજુઆત કરવા પુરતી તક સમય મર્યાદામાં સમય પુરતો ચર્ચા કરવા માટે આપવામાં આવતો નથી. અથવા સરકારને એમ લાગે પીછે હઠ થશે અથવા ધાર્યુ નહી થાય. વિરોધપક્ષના સભ્‍યોને બોલતા અટકાવવામાં આવે છે. પરંતુ વિરોધપક્ષના સભ્‍યો પોતાનું મંતવ્‍ય ચાલુ રાખતા હોય અતવા સુત્રોચ્‍ચાર કરતા ત્‍યારે બળ પ્રયોગ તેમના પર કરવામાં આવે છે અને સાર્જન્‍ટ દ્વારા વિધાનસભા લોકસભા કે રાજયસભાના ખંડમાંથી બહાર ટીંગાટોળી કરી કાઢવામાં આવે છે. તેથી પણ લોકશાહીની ગરીમા જાળવવાના બદલે સસ્‍પેન્‍ડના આકરા પગલા લેવાય છે. જે એક પ્રજાસતાક રાજયની નબળી કડી છે.  ખરેખર લોકશાહીને મજબુત રાખવા બંધારણ ગરીમા જળવાય તેવી કાર્યવાહી તંદુરસ્‍ત થવી જોઇએ. સસ્‍પેન્‍ડ જેવા પગલા લેતા પહેલા વિચારવુ જોઇએ મતદાતાના મતથ ચુંટાયેલ પ્રતિનિધિ કે વિરોધપક્ષને સમદ્રષ્‍ટિ અધ્‍યક્ષશ્રીએ ધ્‍યાને રાખી ન્‍યાયકીય ત્રાજવુ સમકક્ષ રહે જોવા અને લોકશાહી ગરીમાની શાસન જળવાય તેવી લોકવાણી મતદારો તેમજ પ્રબુધ્‍ધ નાગરીકો છે. સસ્‍પેન્‍ડના પગલા મર્યાદીત ન રહે તેવી અપેક્ષા અસ્‍થાને નથી.

(1:25 pm IST)