Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પોરબંદરની જમના શિપિંગનું વહાણ આંતરરાષ્‍ટ્રીય જળસીમા પાસે ડુબ્‍યુઃ ૧ ખલાસીનું મૃત્‍યુઃ ૯નો બચાવ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦ : આંતરરાષ્‍ટ્રીય જળસીમા નજીક જમના શિપિંગનું વહાણ ડુબી જતા વહાણના એક ખલાસી શેખ હુસેન અલીમામદનું મૃત્‍યુ થયેલ છે. વહાણના અન્‍ય ૯ ખલાસીઓને નજીકમાં ે સમયે પસાર થઇ  રહેલ અન્‍ય એક વહાણના કેપ્‍ટન અન તેની ટીમે બચાવી લીધા છે.

પોરબંદરનું જમના શિપિંગની માલીકીનું વહાણ આસરે પ૦૦ મેટ્રિક ટનનું અને અંદાજે ૧.પ કરોડની કિંમતનું વહાણ જમના સાગર રજી. નં. પીબીઆર ૧૩૦પ ઇરાનના ચોબાર બંદર ઉપરથી માલ ખાલી કરીને પોરબંદર આવવા માટે ગત તા.૬ના રોજ ૧૦ (દસ) ખલાસીઓ સાથે રવાના થયેલ જે વહાણ ગત તા.૭ના આશરે ૧.૩૦ કલાકે પસણી અને ગ્‍વાદારની વચ્‍ચે કિનારાથી આશરે ૧૦૦ નોટિકલ માઇલ દુર અચાનક વહાણમાં પાણી ભરાવા લાગતા અને વહાણ ડુબવા લાગેલ જેની જાણ તેના માલિકને થતા તેઓએ એમઆરસીસી મુંબઇને જાણ કરતા એમઆરસીસી મુંબઇ દ્વારા વહાણની નજીક થી પસાર થાતી શી ગેસ ટેન્‍કરને જાણ કરતા વહાણમાં રહેલા તમામ ખલાસીઓને બચાવવાની કામગીરી શિપના કેપ્‍ટન દ્વારા યુધ્‍ધના ધોરણે શરૂ કરેલ જેમાં ૯ (નવ) ખલાસીઓને બચાવવામાં સફળતા મળેલ અને શેખ હુશેન અલીમામદ નામના એક ખલાસીનું દરિયામાં અકસ્‍માતે મૃત્‍યુ થયેલ છે.

(2:34 pm IST)