Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસો.ની ચૂંટણી

જામનગર : બ્રાસ ફાઉન્ડ્રી એસોસીએશનની ચૂંટણી બીનહરીફ થયેલ. જે મુજબ નવા સત્ર માટે કારોબારી સમિતિની મીટીગમાં સર્વે કારોબારી સભ્યશ્રીઓ દ્વારા સર્વસંમતીથી સતત છઠ્ઠી ટર્મ માટે કરશનભાઇ જી. ટીંબડીયાને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ તથા અન્ય હોદેદારોની વરણી નીચે મુજબ છે.  (૧) પ્રમુખ કરશનભાઇ જી. ટીંબડીયા (ર) ઉપપ્રમુખ લાખાભાઇ એમ. કેશવાલા, (૩) મંત્રી સવજીભાઇ એસ. તરાવીયા, (૪) સહમંત્રી હસમુખભાઇ જી. સંઘાણી, (પ) ખજાનચી બાવનજીભાઇ જી. દોમડીયા, (૬) ઓડીટર રમેશભાઇ એચ. પણસારા (૭) એડીટર જેન્તીભાઇ ટી. ટીંબડીયા

(1:22 pm IST)