Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વિસાવદરમાં હનુમાનપરા પ્રા.શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃ  વિસાવદરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી અંતર્ગત વિસાવદર શહેરની હનુમાનપરા પ્રાથમિક શાળા ખાતે રક્ષાસુત્ર નિર્માણ તેમજ મહેંદી સ્પર્ધા યોજાઇ હતી.વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય નંબરે આવેલ દરેક વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પુરસ્કૃત ઈનામો આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત ઇનામો તેમજ શાળાનાં દરેક વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં લાયન્સ પ્રેસિડેન્ટ ચંદ્રકાન્ત ખુહા, સેક્રેટરી રમણીકભાઇ ગોહેલ, શાળાનાં આચાર્ય રતિલાલ મોવલિયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

(1:22 pm IST)