Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કેશોદના આંબાવાડી વિસ્‍તારમાં યુટીલીટી પીકઅપ વાહન ગટરમાં ઘુસી ગયુ

  (સંજય દેવાણી દ્વારા) કેશોદ : કેશોદના આંબાવાડી વિસ્‍તારમાં આવેલી ટ્રાન્‍સપોર્ટ ની ઓફીસ પાસે માલસામાન લેવા મુકવા આવતાં વાહનો ની અવરજવર વચ્‍ચે આજે સવારે બોલેરો જીપ પીકઅપ વાહન આવતાં ગટરમાં ઉતરી જતાં અફળાતફળી મચી હતી સદનશીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. ટ્રાન્‍સપોર્ટર દ્વારા તાત્‍કાલિક જેસીબી મશીન બોલાવી બોલેરો જીપ પીકઅપ વાહન બહાર કાઢવામાં આવેલ હતું. કેશોદ નગરપાલિકા વિસ્‍તારમાં ગટરો બેસી જવાની પ્રથમ વરસાદમાં ઘટના બની છે ત્‍યારે નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ જતાં ગટરો બેસી જવાની ઘટનાઓ વારંવાર બનશે તો આવનારાં દિવસોમાં નિદોર્ષ રાહદારી કે વાહનચાલક અકસ્‍માત નો ભોગ બનશે તો નવાઈ નહીં રહે.

(1:17 pm IST)