Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કેશોદ શહેરમાં કળષ્‍ણ જન્‍મોત્‍સવ શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન

 (કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૦ : કોરોના મહામારી બાદ સામાન્‍ય સ્‍થિતિમાં કળષ્‍ણ જન્‍મોત્‍સવ જન્‍માષ્ટમી ધામધૂમથી ઉજવવા આજરોજ શ્રી રણછોડરાય મંદિર ખાતે શહેરની વિવિધ સંસ્‍થાઓ ઉપરાંત નગરશ્રેષ્ઠીઓ ની મીટીંગ મળી હતી. કેશોદ શહેરમાં વર્ષોથી નીકળતી ભવ્‍ય શોભાયાત્રા પરંપરા મુજબ કાઢવાનું નક્કી કરવામાં આવેલ છે અને શોભાયાત્રામાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા વાહનો શણગારીને જોડાશે તેમજ મટકી ફોડ કાર્યક્રમ મુખ્‍ય ચોક વિસ્‍તારમાં રાખવામાં આવશે જ્‍યાં કેશોદ શહેરનાં દરેક સમાજના આગેવાનો દ્વારા મહાઆરતી અને સ્‍વાગત કરવામાં આવશે. કેશોદના શ્રી રણછોડરાય મંદિરેથી નીકળનારી ભવ્‍ય શોભાયાત્રા શહેરના મુખ્‍ય માર્ગો પરથી પસાર થશે એ માર્ગો પર સુશોભન વિવિધ મંડળો દ્વારા કરવામાં આવશે. શ્રી કળષ્‍ણ જન્‍મોત્‍સવ સમિતિ અને વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કળષ્‍ણ જન્‍મોત્‍સવ શહેરમાં ધામધૂમથી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને દરેક સંસ્‍થાઓ, સમાજના આગેવાનો, વેપારીઓ દ્વારા સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. કેશોદના શ્રી રણછોડરાય મંદિર ખાતે જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવા મળેલી બેઠકમાં બહોળી સંખ્‍યામાં સામાજિક સંસ્‍થાના હોદેદારો, વેપારીઓ અને નગરશ્રેષ્ઠીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(1:17 pm IST)