Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જામનગરમાં ૭ર મણની વેજીટેબલ બિરીયાની બની

જામનગરઃ રતનભાઇ મસ્‍જિદ પાસે ઇમામ હુસેનની સાનમાં દસ દિવસ તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવતો હોય છે. અને હુસેની કમિટી દ્વારા હજારોની સંખ્‍યામાં ન્‍યાજ વિતરણ બહુ જ ઝડપથી આ કામગીરી કરવામાં આવે છે જેને ધ્‍યાને લેતા ૭૨ મણ ૫૧ દેગ ની વેજીટેરિયન બિરયાની બનાવી મોટા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્‍યું હતું  તમામ હિન્‍દુ મુસ્‍લિમ ઉપસ્‍થિત રહી આ ન્‍યાજ, (પ્રસાદી) લીધી હતી આ અંગે હાજી મહંમદ હુસેનભાઇ એ ઓડિયા  પ્રમુખ દ્વારા જણાવેલ છે કે અહીંના તમામ લતાવાસીઓ અને હિન્‍દૂ પાડોશીઓ પણ તેનો લહાવો લઈ શકે તે ધ્‍યાને રાખી વેજીટેબલ બિરયાની બનાવવામાં આવે છે જેથી કરીને સર્વે ધર્મના લોકો સાથે બેસીને નિયાઝ જમી શકે અને હાજી મહંમદ હુસન ભાઈ એ તેની ટીમમાં આશરે ૨૦૦ જેટલા મેમ્‍બરો (યુવાનો) જેમાં મુખ્‍ય રસોયા તરીકે સાજીદભાઈ મહંમદ હનીફ  તથા રજાકભાઈ પ્‍લમ્‍બર વગેરે આશરે ૩૮ વર્ષ થયા આ નિયાઝનું આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરી માટે તમામ હિન્‍દુ મુસ્‍લિમ ભાઈઓના સહયોગથી સાથે મળી નીયાઝ નું આયોજન થાય છે. આ પ્રસંગે યુસુફભાઈ એ પરાસરા મુસ્‍લિમ અગ્રણી અને સામાજિક કાર્યકર કિરીટભાઈ મહેતા આમદભાઈ આંબલીયા વગેરે મહાનુભાવો ની હાજરી હતી.

(1:16 pm IST)