Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સાવરકુંડલા ખાતે કોમી એકતા અને ભાઈચારાની લાગણી વચ્ચે મોહરમ પર્વની ઉજવણી

સાવરકુંડલા  : ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહમહ પયગમ્બર સાહેબના નવાંસા હજરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ ચુનંદા ઓ એ શહીદી વ્હોરી તેની યાદમાં દેશ ભર મહોરમનો તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાવરકુંડલા ખાતે સિપાહી જમાત, ખાટકી જમાત, સંધી જમાત, નેરડી વિસ્તાર,  પઠાણ ફળી વિસ્તાર, મણિનગર નેરવિસ્તાર વિગેરે વિસ્તાર  આ સુંદર અને કલાત્મક તાજીયા ઓ બનાવવા માં આવેલ હતા જે સુંદર અને કલાત્મક તાજીયા શહેરના વિવિધ મુખ્ય મુખ્ય હાર્દસમાં વિસ્તારમાં ફરેલ હતા જે કલાત્મક તાજીયાના હજારોની સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ બિરાદરો એ દીદાર (દર્શન) કરેલ હતા આ તાજીયાના ઝુલુસનું ઠેર ઠેર ઠંડા પાણી, સરબત, ચા, ભજીયા, આઇસ્ક્રીમ, વિગેરે પ્રકારની ખાણી પીણીનું નિયાજે હુસૈન રૃપી તકસીમ કરવામાં આવેલ  જેમાં સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત.ડી વાય એસ પી ચૌધરી, સી ટી પી આઈ વાઘેેલા , શહેર કૉંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયા, કાર્યકારી પ્રમુખ હસુભાઈ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યાય સુરેશભાઈ પાનસૂરિયા , પ્ર વીણભાઈ સાવજ હાર્દિકભાઈ કાનાણી, હરિભાઈ સગર, અશોકભાઈ ખુમાણ, ચંદુભાઈ રબારી, રાજુભાઇ શીંગાળા વિગેરે હિન્દૂ સમાજના આગેવાનો શહેરના તમામ તાજીયામાં ફર્યા હતા તેથી કોમી એકતાનું મહા ઉદાહરણ પુરૃ પડેલ હતું અને યા હુસૈનના નારા થી શહેર ગુંજી ઉઠેલ હતું આ મહોરમનો તહેવારને શાંતિ રીતે પૂર્ણ કરવા મુસ્લિમ અગ્રણી ઓ એ ભારે જહેમંત ઉઠાવી હતી  આ તહેવાર નિમિતે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની મર્ગદર્શન મુજબ ડી વાય એસ પી ચૌધરી, સીટી પી. આઈ. વાઘેલા.પી એસ આઈ ઝાલા, પોલીસે એ એસ આઈ જમદારો, પોલીસ કોનસ્ટેબલો હોમગાર્ડ જવાનો એ ખૂબ સરસ બંદોબસ્ત જાળવી રાખેલ હતી  વિગેરે સરકારી તંત્ર દ્વારા મુસ્લિમ સમાજ ને ખૂબ જ ઉપયોગી હતા. (તસ્વીર-અહેવાલ : ઇકબાલ ગોરી દ્વારા સાવરકુંડલા)

(1:15 pm IST)