Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વડિયાના કુંકાવાવમાં પ્રાકૃતિક ખેતી અંગે રાજ્‍યપાલ દ્વારા માર્ગદર્શન

વડિયા : સમગ્ર દુનિયા અને દેશમાં અવનવા રોગની ઉત્‍પત્તિ અને માણસના શરીરમાં ઘટતી જતી રોગ પ્રતિકારક શક્‍તિ માટે જવાબદાર ખોરાક અને વર્તમાન કળષિપદ્ધતિમાં બદલાવ માટે કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવી કેટલી જરૂરી છે અને ઓર્ગેનિક ખેતી કરવાના ફાયદા  અને રસાયણ ખેતીથી ખેડૂતોને તેમજ સમાજ અને દેશને કેટલું નુકસાન થઈ રહ્યું છે એમની માહિતી લાઈવ પ્રસારણના માધ્‍યમથી આપતા રાજ્‍યના રાજ્‍યપાલ  આચાર્ય દેવવ્રત  દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું.આ કાર્યક્રમ દરમિયાન કુંકાવાવ મોટીના સરપંચ  સંજયભાઈ લાખાણી ( ફૌજી) તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ  અંટાળા, મહેશભાઈ ( અગ્રિકલચરના જાણકાર) તેમજ વિનુભાઈ મુલાણી તેમજ ગ્રામ પંચાયત સભ્‍યો, ગામના પ્રતિષ્ઠિત ખેડૂતો તેમજ આગેવાનો બહોળા પ્રમાણમાં હાજર રહીને માર્ગદર્શન મેળવ્‍યું હતુ અને ઓર્ગેનિક ખેતી કરવાની દિશા તરફ ખેડૂતોને માર્ગદર્શન મળ્‍યું હતુ.(તસ્‍વીર-અહેવાલ : ભીખુભાઇ વોરા વડિયા)

(12:24 pm IST)