Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

માણાવદરનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પ થી ૬ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ સાથે હળવો ભારે વરસતો વરસાદ

રાજકોટ, તા. ૧૦ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે. જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકામાં પ થી ૬ ઇંચ વરસાદ વરસ્‍યો હતો.

માણાવદર

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર : માણાવદર પંથકમાં ર૪ કલાક દરમ્‍યાન અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગઇકાલે ૬ વાગ્‍યા બાદ પ થી ૬ ઇંચ અતિભારે વરસાદ પડયો હતો. જેનાથી સમગ્ર વિસ્‍તારો જળબંબાકાર થઇ ચુકયા હતા ખેતરો-વોકળા ચેકડેમો નદી ભારે પ્રવાહથી ઓવરફલો થઇ હતી.

જેમાં ગઇકાલે જાંબુડા-રોણકી, સરદારગઢ, થાનીયાણા-વેળવા સહિતના વિસ્‍તારોમાં અનરાધાર વરસાદ પડયો હતો જયારે તે શહેરમાં ર થી રાા ઇંચ હતો. આજે પણ અનેક ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧ થી રાા ઇંચ પડયો છે જેમાં ગઇકાલે તો વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે અનરાધાર પડતાં ખેતરો, નદી, નાળા, ડેમો જળ બંબાકાર થયા હતા. આજે દિવસ દરમ્‍યાન શહેરમાં રીમઝીમ વરસાદ ચાલુ હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) આજનું હવામાન ૩૩ મહત્તમ ર૭.૪ લઘુતમ ૯પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૩ પ્રતિ કલાક પવનની ગતિ છેલ્લા ચોવીસ કલાકમાં જામનગર-૦૭ એમ.એમ., જામજોધપુર-ર૬ એમ.એમ., લાલપુર-૩૩ એમ.એમ. વરસાદ નોંધાયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ જીલ્લાના વંથલી, મેંદરડા, ભેંસાણમાં ૧ ઇંચ તથા કેશોદ, જુનાગઢ, માંગરોળ, માણાવદર, માળીયાહાટીના, વિસાવદરમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે.

(12:16 pm IST)