Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વાંકાનેરના ભોજપરાના સરપંચને એક વર્ષની સજા દંડ ફટકારતી કોર્ટ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૦ : વાંકાનેરના ભોજપરા ગામનાસરપંચ યુનુસભાઇ શેરસીયાને ફરીયાદીને ઇજાઓ કરવા સબબ વાંકાનેર કોર્ટે એક વર્ષની સાદી કેદ અને રૂપીયા દસ હજારનો દંડ ફટકારેલ છે.જાણવા મળતી વિગત મુજબ ગઇ તા.૩-ર-૧૯ના રોજ શૈલેષભાઇ નાગજીભાઇ વિંજવાડીયા (રહે. ભોજપરા)એ ગામનાસરપંચ યુનુસભાઇ હશનભાઇ શેરસીયા તથા મુસ્‍તફાભાઇ આદમભાઇ કડીવાર વિરૂધ્‍ધ પાણી નહી આવતુ હોવાની રજુઆત કરતા આરોપીઓએ ઉશ્‍કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો માર મારેલ તેમજ સરપંચ યુનુસભાઇ શેરસીયાએ પાણો ઉઠાવી ફરયાદીને માથાના ભાગે મારતા લોહી નીકળવા લાગેલ. આ અંગે ફરીયાદીએ વાંકાનેર સિટી પો. સ્‍ટે.માં ફરિયાદ લખાવતાસદર કેસ ન.૪૯-ર-૧૯ વાંકાનેરના મહેરબાન બીજા જયુડી. મેજી. શ્રી આત્‍મદીપ શર્માની કોર્ટમાં ચાલીજતા રેકર્ડ પરના પુરાવા ધ્‍યાને લઇ તથા સરકાર પક્ષે વકીલશ્રી સંજય બી. સોલંકીની ધારદાર દલીલોને ધ્‍યાને લઇ આ કામના આરોપી નં.ર, મુસ્‍તફા આદમકડીવારને પુરાવાના અભાવે નિર્દોષ છોડેલ છે. જયારે આરોપી -૧૪ ગામનાસરપંચ યુનુસ હસનભાઇ શેરસીયાને ઇ.પી.કો. કલમ ૩ર૪ના ગુનામાં એક વર્ષનીસાદી કેદ અને દસ હજારનોદંડ કરેલ છે અને દંડ નભરે તો વધુ એક માસની સાદી કેદની સજા કરેલ છે. આરોપીના દંડની રકમમાંથી રૂા.૮૦૦૦ ફરીયાદીને વળતર ચુકવવાનો આદેશ કરેલ છે.

(12:15 pm IST)