Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પોરબંદર પાસે બેકાબુ કાર બાંકડા ઉપર ચઢી જતા ર ના મૃત્‍યુ

ભારવાડા ગામના વણાંક પાસે કાર ચાલકે સ્‍ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્‍માતઃ કાર ચાલક નાસી ગયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦ : નજીકના ભારવાડા ગામના રોડ પર વણાંકમાં બેકાબુ કાર સાઇડમાં વડલા નીચે એક બાંકડા ઉપર ચઢી જતા બાંકડા ઉપર બેઠેલા, અરજણભાઇ રાણાભાઇ ઓડેદરા (ઉ.વ૫૫) તથા છગનભાઇ મસરીભાઇ ઓડેદરા (ઉ.વ.૫૩) રહે. બંન્‍ને ભારવાડાવાળાના મૃત્‍યુ થયેલ છે. કાર ચાલક અકસ્‍માત સર્જીને નાસી ગયેલ છે.

પોરબંદરના બગવદર તાબાના ભારવાડા ગામના રોડ ઉપર વણાંક પાસે પુરપાટ આવતી સ્‍વીફટ કાર (જીજેરપએ-૭રપ૬)ના ચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડના વણાંકમાં રહેલ વડલા નીચે એક બાંકડા ઉપર ચઢી ગઇ હતી અને આ બાંકડા ઉપર બેઠેલા અરજણભાઇ રાણાભાઇ ઓડેદરા (ઉ.વ.પપ) તથા છગનભાઇ મસરીભાઇ ઓડેદરા (ઉ.વ.૫૩) રે.ભારવાડાવાળા બંન્‍નેએ ગંભીર ઇજા બાદ ઘટના સ્‍થળે દમ તોડી દીધો હતો. બંન્‍નેના મૃતદેહો પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલે  પોસ્‍ટમોર્ટમ માટે લઇજવાયા છે. ભારવાડા પાસે વણાંકમાં આ અકસ્‍માત ગઇકાલે સાંજે ૭ વાગ્‍યા બાદ થયો હતો.

અકસ્‍માત સર્જીને કાર ચાલક નાસીગયો છે. બેફીકરાઇથી કાર ચલાવનાર ચાલક અજીત ઉર્ફે અજુ રણમલ ગોરાણીયા રે. બગવદરવાળા સામે દેગામના લખમણભાઇ માલદેભાઇ ઓડેદરાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે

(12:08 pm IST)