Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વેરાવળ લોહાણા મહાજન દ્વારા સાઈબર કાઈમનો સેમીનાર યોજાયોઃ એ.એસ.પી,ડીવાયએસપી એ ગુનાઓ કેમ અટકે તે માટે માગદર્શન આપ્યું

વેરાવળ, તા.૯: લોહાણા મહાજન દ્રારા સાઈબર ક્રાઈમ સેમીનારનું આયોજનકરાયેલ હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ કર્મચારીઓ શહેરીજનો ઉમટી પડેલ હતા.

સટ્ટાબજાર લોહાણા મહાજન વંડીમાં ગીર સોમનાથ પોલીસ વિભાગના સહકાર થી સાઈબર ક્રાઈમ સેમીનાર એ.એસપી ઓમ પ્રકાશ જાટ,ડીવાયએસપી બાભણીયા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, દીલીપભાઈ ચાવડા સહીત શહેરના મોટી સંખ્યામાં વેપારીઓ, કર્મચારીઓ શહેરીજનો ઉમટી પડેલ હતા.

લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડે જણાવલ હતું કે દરેક વેપારીઓ કર્મચારીઓ શહેરીજનોને સાઈબર કા્રઈમની જાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે તેમાં ગીર સોમનાથ એસ.પી મનોહરસિંહ જાડેજા એ માર્ગદર્શન આપેલ હતું અને તેમને ગીર સોમનાથ પોલીસ ના અધિકારીઓ કર્મચારીઓને આ સાઈબર ક્રાઈમની વધુમાં વધુ જાગૃતતા ફેલાય તે માટે લોહાણા મહાજન દ્રારા જે શરૃઆત કરેલ છે તેને પણ બિરદાવેલ હતી.

એ.એસ.પી એ જણાવેલ કે તમામની સાવચેતીથી ગુનાઓ અટકી શકે લોકોના સહકાર વગર કંઈ થતું નથી દરરોજ આ જીલ્લામાં પણ સાઈબર ક્રાઈમના ગુનાઓ વધતા જાય છે.

જુનાગઢથી સાઈબર ક્રાઈમની નિષ્ણાંત ટીમ આવેલ હતી તેમને પ્રોજેકટર દ્રારા કંઈ રીતે ગુનાઓ કરવામાં આવે છે તે સમજાવેલ હતું.

પી.આઈ ઈશરાણીએ મોબાઈલમાં જેની નાની ઉમર હોય છે તે રમતો રમવામાં અથવા કોઈ નાથી આકર્ષાયા પરીવાર છોડીને ભાગી જાય છે તેવા ગંભીર ગુનોપણ વધતા જાય છે આવેલ વેપારીઓમાંથી અનેક પ્રશ્નોતરી પણ થયેલ.

સ્વાગત પ્રવચન ચિરાગભાઈ કકકડ, આભાર દર્શન ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા દ્રારા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ સુબા,બીપીનભાઈ તન્ના દ્રારા કરાયેલ હતું.

(12:04 pm IST)