Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

હળવદમાં વરસાદથી બચવા ખિસકોલીનો અનોખો પ્રયાસ

(દીપક જાની દ્વારા) હળવદ  તા. ૧૦ :.. આમ તો આ વર્ષે હળવદમાં ખાસ વરસાદ પડેલ નથી. અતિશય વરસાદી માહોલ છવાઇ છે. પરંતુ અનરાધાર વરસાદ આવતો નથી. પરંતુ ધીમી ધારે થોડો સમય ઝરમર વરસી જાય છે ત્‍યારે આવી પરિસ્‍થિતિમાં ખિસકોલીએ વરસાદથી બચવા અનોખો નુસખો શોધી કાઢયો છે. વૃક્ષની ડાળીના નીચેના ભાગે બેસી જઇને સમય પસાર કરે છે. ખિસકોલીના આ પ્રયાસને નાના ભૂલકાઓ ને ખૂબ પસંદ આવી રહ્યો છે.

(12:03 pm IST)