Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રૃા.રપ લાખની કિંમતના બે ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા આદેશ

રાજકોટ તા.૧૦ : જામનગર તાલુકાના રહે. મુ. મોટી નાગાજાર, તા. કાલાવડ, જી. જામનગર ગામે રહેતા આરોપી મનસુખભાઇ દેવશીભાઇ ધાડીયા એ હાથ ઉછીની લીધેલ રકમ ટોટલ રૃા.રપ,૦૦,૦૦૦ પરત કરવા ફરીયાદી ભરતભાઇ ભગવાનજીભાઇ ડવની તરફેણમાં કરી આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ  કરવામાં આવતા આરોપી મનસુખભાઇ દેવશીભાઇ ધાડીયાને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો  હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો મુ. મોટી નાગાજાર, તા. કાલાવડ, જી.જામનગરગામે રહેતા આરોપી મનુખભાઇ દેવશીભાઇ ધાડીયાને નાણાની જરૃરીયાત ઉપસ્થિત થતાં મિત્રતાના સંબંધના નાતે રાજકોટમાં દેવકી નંદન નાલંદા સોસાયટી, શેરી નં.પમાં કાલાવડ રોડ, કોટેચા ચોક, રાજકોટમાં રહેતા ફરીયાદી ભરતભાઇ ભગવાનજીભાઇ ડવ પાસેથી રૃા.રપ,૦૦,૦૦૦ મેળવી ત્હોમતદારે લીધેલ રકમ પરત કરવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપી સ્વીકાર કરેલ રકમ પરત કરવા ત્હોમતદારે તેની બેંકનો રૃા.૧ર,પ૦,૦૦૦ અને રૃા.૧ર,પ૦,૦૦૦ એમ કુલ બે ચેક ફરીયાદી જોગ ઇસ્યુ કરી આપી સહી કરી આપી ચેક  સુપરત કરી આપી અને ખાત્રી આપી કે સદર ચેક ફરીયાદી  પોતાના બેંકમાં ખાતામાં રજુ રાખશે એટલે ચેક રીટર્ન થશે નહી અને પરત ફરશે નહી અને ફરીયાદીની લેણી રકમ વસુલ થઇ જશે. તેાવ આરોપીના શબ્દો પર ભરોસો રાખી ફરીયાદીએ સ્વીકારેલ ચેક બેંકમાં રજુ કરતા બેંક દ્વારા ચેક સ્વીકારાયેલ નહી ચેક રીટર્ન થતા તેની જાણ આરોપીને કરવા છતા યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા પ્રથમથી જ ફરીયાદીનું લેણું ડુબાડવાનો બદ ઇરાદો ધારણ કરી આરોપીએ ધ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય આરોપી વિરૃધ્ધ ચેક રીટર્ન સંબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ.

રેકર્ડ પરની હકિકતોથી સ્પષ્ટ ફલીત થાય છે કે આરોપીને ફરીયાદી પાસેથી લીધેલી રકમ પરત કરવા ચેક આપી તે પાસ થવા ન દઇ આરોપીએ ધ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજુઆતો ધ્યાને લઇ આરોપી મનસુખભાઇ દેવશીભાઇ ધાડીયાને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમા ફરીયાદી ભરતભાઇ ભગવાનજીભાઇ ડવ વતી રાજકોટના એડવોકેટ મોહિત વી. ઠાકર રોકાયેલ હતા.

(12:00 pm IST)