Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મોરબી: ૧૪ વર્ષીય સગીર ખોખરા હનુમાન પાસેથી લાપતા, અપહરણ થયાની ફરિયાદ દાખલ.

મોરબીમાં ખોખરા હનુમાન પાસેથી આજથી ૧૦ પૂર્વે લાપતા થયેલ ૧૪ વર્ષીય સગીરના પિતાએ મોરબી તાલુકા પોલીસમાં તેનું અપહરણ થયાની ફરિયાદ દાખલ કરી છે.

જેમાં ફરિયાદી દેવેન્દ્રભાઇ મહેશભાઇ આચાર્યએ જણાવ્યું હતું કે,  તા.૩૧/૦૭/૨૦૨૨ ના વ્હેલી સવારના સાડા પાંચેક વાગેના સુમારે ખોખરા હનુમાન, સદગુરૂ આશ્રમ, બેલા પાસેથી તેમના ૧૪ વર્ષીય પુત્ર પાર્થનું અપહરણ થયું છે. હાલ આ ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આઈ.પી.સી.કલમ ૩૬૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:59 am IST)