Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મોરબીના ઉદ્યોગપતિ પાસે ખંડણી મંગનાર બીશ્નોઈ ગેંગનો એક શખ્સ ઝડપાયો.

બાકીના બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ

મોરબી : 25 પેટી ભેજ વરના તું જે ઓર તેરે પાર્ટનર કો ઠોક દેગે….. મોરબીના જેતપર રોડ ઉપર સિરામીક ફેકટરી ધરાવતા અને વાવડી રોડ ઉપર રહેતા ઉદ્યોગપતિને વોટ્સએપ કોલ તેમજ મેસેજ કરી કુખ્યાત લોરેન્સ બીશ્નોઈ ગેંગના નામે રૂપિયા 25 લાખની ખંડણી માંગવામાં આવતા પોલીસે આ બાબતે તપાસ કરી બિહારથી બીશ્નોઈ ગેંગનો એક ઝડપી લીધો છે. બાકીના બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે.
મોરબીના નાની વાવડી રોડ ઉપર આવેલ રાધપાર્કમાં રહેતા મૂળ મોરબી તાલુકાના કાંતિપુર ગામના વતની અનિલભાઇ વલ્લભભાઇ કગથરા જેતપર રોડ ઉપર સ્કાય ટચ સિરામિક નામની ફેકટરી ભાગીદારીમાં ચલાવે છે. ગત તા.29 જુલાઈના રોજ મોડી રાત્રે તેમના મોબાઈલ ફોનમા મેસેજ આવ્યો હતો કે, લોરેન્સ બીશ્નોઈ ગેંગ કી ઔર સે યે મેસેજ હૈ, અનિલભાઈ હમકો 25 પેટી ચાહીએ, નહિ તો અપુન કા પન્ટર લોગ અનિલ કગથરા, પ્રશાંત કગથરા ઔર તેરે પાર્ટનર કો ઠોક દેગા, અપુન કે પાસ તેરા પુરા કુંડલી હૈ, સમજા ક્યાં…. અગર 25 લાખ નહિ દિયા તો ભાઉ ફેકટરી મત જાના નહિ તો ઉડા દેગે… જેવા ધમકી ભર્યા મેસેજ કરી SBI બેન્ક ના એકાઉન્ટ નંબર આપીને તેમાં પૈસા ટ્રાન્સફર કરી સ્લીપ તેમજ સ્ક્રીન શોટ મોકલવા ધમકી આપી હતી
બીજી તરફ લોરેન્સ બીશ્નોઈ ગેંગના નામે આપવામાં આવેલી ધમકીને પગલે સિરામિક ઉદ્યોગપતિની ઊંઘ હરામ થઈ જતા આ મામલે તેમના પાર્ટનર અને મિત્રને જાણ કરતા અંતે ગઈકાલે આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે પોલીસે અનિલભાઈ કગથરાની ફરિયાદને આધારે વોટ્સએપ મેસેજ કરનાર અને sbi એકાઉન્ટ ડિટેઇલમાં જે નામ ખુલે તે ઈસમો નોંધ્યો છે. આ ગંભીર બનાવમાં ફેકટરી સંચાલકને નજીકથી ઓળખનાર કોઈ જાણ ભેદુ જ હોવાની પ્રબળ શકયતા જોવાઈ રહી છે ત્યારે હાલ મોરબી પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ પોલીસે આરોપીઓનું.લોકેશન મેળવી બિહાર પહોંચીને આ ગેંગના એકને ઝડપી લીધો છે. બાકીના બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે અને ઝડપી લેવાયેલા આરોપીને મોરબી લાવવામાં આવી રહ્યો હોય એ ઘટનામાં હજુ વધુ કેટલાક આરોપીઓના નામ ખુલે તેવી શકયતા છે.

(12:32 am IST)