Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હવે વધુ હાઈટેક બન્યા : ખંભાળિયા નજીક આવેલ હરિપર ગમે ખેડૂતે તેના ખેતરમાં ઉભા પાક પર દવા નો છંટકાવ કરવા માટે ડ્રોન નો ઉપયોગ કર્યો અને 20 વિઘા માં મગફળી ના પાક પર ડ્રોન દ્વારા દવા છાંટી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ છે દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાનું હરિપર ગામ કે જ્યાં હરિભાઈ નુકમ નામના ખેડૂત દ્વારા તેની 20 વિઘા જમીન માં મગફળી નું વાવેતર કર્યું હતું અને હાલ વાતાવરણ પાક ને અનુરૂપ ન હોવાના કારણે મગફળીના પાક માં ઈયળ , પોપખી નો ઉપદ્રવ વધુ હોય અને તેની સંખ્યામાં વધારો થયો છે તેને લઈને મગફળી ના પાકમાં મોટા પ્રમાણમાં નુકશાની જય તેવી ભીતી ખેડૂત સેવી રહ્યો હતો ત્યારે બજારમાંથી દવા છાંટવા મજૂર ન મળતા હરિભાઈ ચિંતામાં મુકાયા હતા ત્યારે હરિભાઈ નો મિત્ર રાકેશ ભાઈ ને સમગ્ર બાબતે વાત કરી ત્યારે રાકેશભાઈ દ્વારા ડ્રોન વસાવી લેવા માટે નું સૂચન કર્યું ત્યારે બંને ખેડૂતો દ્વારા ડ્રોન વસાવી ને દવાનો છંટકાવ મગફળીના પાક પર કરવામાં આવતા માત્ર એક જ દિવસમાં 20 વિઘા જમીન પર દવાનો છંટકાવ શક્ય બને છે.

પહેલાના સમયમાં પમ્પ દ્વારા મજૂર દવા નો છંટકાવ કરતા હતા જ્યારે સમયની સાથે મજૂરો મળતા બંધ થયા દ્વારકા જિલ્લામાં પાણી ની પણ સમસ્યા વધુ રહેલી છે ત્યારે પાણીનો બગાડ ન થાય અને સમય ની સાથે સાથે ખેડૂતો ને મજૂરી ના ખર્ચ માં પણ ઘટાડો થાય તેની સાથે જે મજૂર દવાનો છંટકાવ કરે છે તેના શરીરને પણ દવા ના કારણે નુકશાની પહોંચે છે તે તમામ માંથી રાહત મળે તેમ હોઈ ત્યારે ડ્રોન વસાવી હવે આધુનિક યુગમાં હવે ખેડૂત ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે અને તેનો ફાયદો પણ ખેડૂતો ને મળી રહ્યો છે....

(8:18 pm IST)