Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં શુક્રવારથી ઓનલાઇન તુલસી જયંતિ-સાહિત્ય સંગોષ્ઠી

રવિવારે વાલ્મીકી વ્યાસ તુલસી એવોર્ડ અર્પણ વિધી

રાજકોટ તા.૧૦ : પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં દર વર્ષે યોજાતો તુલસી જયંતિ મહોત્સવ તથા સાહિત્ય સંગોષ્ઠી કાર્યક્રમ આ વર્ષે ઓનલાઇન યોજાશે. આ કાર્યક્રમ તા.૧૩ થી તા.૧પ ઓગસ્ટ દરમિયાન યોજાશે.

શ્રી રામચરિત માનસના રચેયિતા ગોસ્વામી તુલસીદાસજીના પ્રાગટય દિવસના પાવન અવસર પર મોરારિબાપુના સાન્નિધ્યમાં કોરોનાના નિયમોના સંપૂર્ણ પાલન સાથે શ્રોતા વગર જ તુલસી જયંતી ર૦ર૧ નું આયોજન  કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત કૈલાશ ગુરૂકુળ, મહુવા, ગુજરાતની 'તુલસી સાહિત્ય સંગોષ્ઠિ'નું સીધું પ્રસારણ ૧૩મી અને ૧૪મી ઓગસ્ટે સવારે ૯-૩૦ કલાકથી ૧ર-૩૦ કલાક સુધી અને સાંજે ૪ થી ૭ સુધી કરવામાં આવશે તેમજ તારીખ ૧પમી ઓગસ્ટે સવારે ૯-૩૦ થી ૧ર કલાક સુધી 'વાલ્મીકિ વ્યાસ તુલસી એવોર્ડ' અર્પણ સમારોહનું સીધું પ્રસારણ આસ્થા ચેનલ પરથી કરવામાં આવશે.

(3:22 pm IST)