Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જુનાગઢ શહેરમાં સવારે હળવા વરસાદનું ઝાપટુ

જિલ્લામાં વરસાદની જોરદાર ઘટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦  જુનાગઢ શહેરમાં આજે સવારે પણ હળવા વરસાદનું ઝાપટુ રસ્તા ભીના કરી ગયુ હતુ.

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસ અને સોમવારના રોજ  જુનાગઢમાં ચાર મીમી વરસાદ નોંધાયો હતો. રાત્રે સામાન્ય વાતાવરણ રહયા બાદ આજે સવારે સીટીનાં અમુક વિસ્તારોમા હળવા  વરસાદનું વરસતા રસ્તા ભીના થયા હતા.

જુનાગઢ સિવાય જિલ્લાનાં અન્ય વિસ્તારોના વરસાદના વાવડ નથી. જો કે વરસાદી વાતાવરણ હોય મેઘરાજા ગમે ત્યારે પધરામણી કરે તેવી શકયતા છે.

જિલ્લામાં ગત વર્ષે શ્રાવણનાં પ્રથમ દિવસ સુધીમાં સીઝનનો ૬પ.૮૪ ટકા વરસાદ થઇ ચુકયો હતો. આ વર્ષે હજુ ૩૩.૯૯ ટકા જ મેઘ મહેર થઇ હોવાની વરસાદની જોરદાર ઘટ પ્રવર્તે છે.

(1:46 pm IST)