Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જુનાગઢ ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી પ્રસંગે પોલીસ તંત્રને ૧૦ હજાર બોડી ઓન કેમેરાની મળશે ભેટ

પોલીસ પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તડામાર તૈયારીઓઃ મહાનુભાવોની સુરક્ષા, કાયદો -વ્યવસ્થા માટે જડબેસલાક બંદોબસ્તઃ એસ.પી.રવિ તેજા વાસમ સેટ્ટીની ''અકિલા'' સાથે વાતચીત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૦ : જુનાગઢ ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી થયાની હોય જે માટે વહીવટી તથા પોલીસ તંત્ર સહિતના વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

૧પ ઓગસ્ટની રાજય કક્ષાની ઉજવણી પ્રસંગે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિત પ્રધાનો ઉપરાંત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

૧૪ ઓગસ્ટના રોજ રાજયપાલશ્રીની ઉપસ્થિતીમાં એટહોમ કાર્યક્રમ યોજાશે બીજા દિવસે ૧પ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીની હાજરીમાં ધ્વજવંદન તેમજ પરેડ અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરાયા છે.

૧૪ વર્ષ પછી જુનાગઢ ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની ઉજવણી થવાની હોય આ દરમ્યાન સુનશ્રા કાયદો-વ્યવસ્થા, ટ્રાફીક નિયમન વગેરે જળવાતા રહે તે માટે ડી.જી.પી.શ્રી આશિષ ભાટીયાની સુચનાથી ડી.આઇ.જી. મન્નીદરસિંહ પ્રતાપસિંહ પવારના ર્માદર્શન હેઠળ એસ.પી.રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા મોટાપાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

એસ.પી.રવિ તેજા વાસમ સેટ્ટીએ સવારે અકિલા સાથેની ખાસ ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, સ્વાતત્રય પર્વની રાજય કક્ષાની ઉજવણીના સંદર્ભે અત્યારે જુનાગઢ તેમજ રાજકોટ રેન્જના મહિલા સહિત પોલીસ જવાનો કમાન્ડો, એસ.આર.પી. વગેરેની પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ ચાલી રહી છે.

તેઓએ વધુમાં જણાવેલ કે, સ્વાતત્ર્ય પર્વ ગુજરાત પોલીસ તંત્ર વધુ આધુનિક ઉપરણોથી સજજ થશે ચેકીંગ સહિતની કામગીરી સારી રીતે થઇ શકે તે માટે પોલીસ તંત્રને ૧૦ હજાર બોડી ઓન કેમેરાની સ્વાતંત્ર્ય પર્વે ભેટ મળશે.

જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ સેટ્ટીએ વધુમાંં જણાવેલ કે, ગુજરાત પોલીસ માટે ખરીદવામાં આવેલ અત્યાધુનિક ૧પ ડ્રોન કેમેરાનું પણ મહામુલા સ્વાતંત્ર્ય પર્વે લોકાર્પણ થશે.

તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે જુનાગઢ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમ્યાન મહાનુભાવોની સુચના સહિતની બાબતોની જાળવણી માટે ર૦૦૦ પોલીસ અધિકારીઓ-જવાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ તમામ કાર્યવાહી કામગીરીમાં કોઇ પ્રકારની કચાશ કે ચુક રહે નહી તેવુ આયોજન હાથ ધરવામં આવ્યું હોવાનંુ રવિ તેજા વાસમ સેટ્ટીએ જણાવ્યું હતું.

(1:46 pm IST)