Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જામનગરના કરણ ગામમાં અભ્યાસની ચિંતામાં યુવકનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: લાલપુર તાલુકાના કરાણાગામે રહેતા રામદેવભાઈ મુકેશભાઈ રાઠોડ, ઉ.વ.૧૮, એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૮–૮–ર૦ર૧ના આ કામે મરણજનાર યશ મુકેશભાઈ રાઠોડ ઉ.વ.૧૬, રે. કરણા ગામ વાળા અભ્યાસની અવાર નવાર ચીંતા કરતો હોય જે કારણે તેને પોતાના મકાને રૂમ બંધ કરી ગળે ફાંસો ખાઈ લેતા સારવાર માટે જી.જી.હોસ્પિટલ માં લઈ જતા ફરજ પરના ડોકટરએ મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા હાર્ટએટેકથી વૃઘ્ધનું મોત

જામનગર : લાલપુર તાલુકાના ભણગોર ગામે રહેતા નીતેશભાઈ હમીરભાઈ કરમુર, ઉ.વ.૪૦ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૯–૮–ર૦ર૧ના આ કામે મરણજનાર કેસુરભાઈ દેવશીભાઈ કરમુર, ઉ.વ.૬૦, રે. ભણગોર ગામ વાળા તેમના રહેણાક મકાને હતા ત્યારે છાતીમાં એકદમ દુઃખાવો થતા લાલપુર સીએચસી ખાતે સારવાર માં લઈ આવતા સારવાર દરમ્યાન હાર્ટ એટેક થી મરણ ગયેલ છે.

વીંછી કરડી જતા બાળકીનું મોત

ધ્રોલ તાલુકાના માણેકપર ગામે રહેતા ઈસ્માલભાઈ વાકડીયાભાઈ ભુરીયા, ઉ.વ.ર૮, એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૯–૮–ર૦ર૧ના આ કામે મરણજનાર મુન્ની અદેસીંગભાઈ વાકડીયાભાઈ ભુરીયા, ઉ.વ.૧૪, રે.રણછોડભાઈ લખમણભાઈ બરાંભીયાની વાડીમાં  માણેકપર ગામવાળાને દિપકભાઈ વિરજીભાઈ પરમારની વાડીએ ખડમાં રમતી હોય જેને ઝેરી વીંછી કરડી જતા ઝેર ચડતા પ્રથમ લૈયાર ગામે જાહેર કરનાર ઈસ્માઈલભાઈના સાળા પાસે દેશી ઉપચારમાં લઈ જતા તેને સારૂ થઈ ગયેલ બાદમાં અચાનક ઝેર ચડતા બોલતી ન હોય જેથી તેને ધ્રોલ સરકારી દવાખાને લાવતા ફરજ પરના ડોકરટે મરણ ગયેલાનું જાહેર કરેલ છે

દરેડમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

 પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૮–ર૦ર૧ના દરેડ જી.આઈ.ડી.સી. રાજહંશ સર્કલ ગૌશાળાની દિવાલ પાસે રોડ પર આ આ કામના આરોપી પવનકુમાર બીરેન્દ્ર જાટવ, ભુપેન લક્ષ્મીનારાયણ જાટવ, રવીન્દ્ર મોહનસિંહ જાટવ, શિવમ કાલીચરણ પ્રજાપતી, રાજુ રામપ્રકાશ જાટવ રે. દરેડ ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપની રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી અંગ ઝડપતી તથા પટના કુલ રોકડા રૂ.૧૦,૬૩૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

બ્રીલીયન્સ સ્કુલ પાસે દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લીમડાલાઈન, બ્રીલીયન્ટ સ્કુલ પાસે, જાહેરમાં જામનગરમાં આ કામના આરોપી હિતેશભાઈ મોહનલાલ ચૌહાણ, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

શાંતિ નિકેતન એપાર્ટમેન્ટમાંથી દારૂની છ બોટલ ઝડપાઈ

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૮–ર૦ર૧ના દિ.પ્લોટ–પ૮, શાંતિ નિકેતન એપાર્ટમેન્ટના પાકશ્નગમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ–૬, કિંમત રૂ.ર૪૦૦/– ની હેરાફેરી કરી વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન આરોપી હિરેનભાઈ કિશોરભાઈ બાવાજી હાજર નહીં મળી આવી ગુનો કરેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જોગવડ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૮–ર૦ર૧ના આ કામના આરોપીઓ દોલુભા નાથુભા જાડેજા, વિનોદભાઈ કારાભાઈ આડેદરા, જયરાજસિંહ નટવરસિંહ જાડેજા, ભીખાભાઈ ધનાભાઈ વાઢેર, રે. જોગવડ ગામ વાળા  ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૪૪૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જૂની અદાવતનો ખાર મારમાર્યાની ચાર સામે રાવ

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ કારૂભાઈ ભદ્રુ, ઉ.વ.૩૦, રે. સાધના કોલોની ત્રીજો ગેઈટ, બ્લોક નં.એમ–૪ર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૮–ર૦ર૧ના ફરીયાદ ઉમેશભાઈને આરોપી સંજય ઉર્ફે કારો મકવાણા સાથે અગાઉ બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી સાધના કોલોની ત્રીજો ગેઈટ પાસે આવેલ પીયુ પાન નામની દુકાન પાસે આરોપીઓ હિતેષ ઉર્ફે શાકી ચાવડા, સંજય ઉર્ફે કારો મકવાણ, યુવરાજ ઝાલા, જયેશ ઉર્ફે ગરીયો રે. જામનગર વાળા એ એક સફેદ કલરની બ્રેજા ફોરવીલ ગાડીમાં આવી ફરીયાદ ઉમેશભાઈને તથા સાહેદને આરોપીઓએ ભુંડી ગાળો આપી લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી તથા ફરીયાદી ઉમેશભાઈ તથા સાહેદને શરીરે મુંઢ ઈજા તથા સારવાર ના ટાંકા ની ઈજા કરી મારી નાખવાની ધમકી આપી નાશી જઈ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

છરી બતાવી રૂ. ર૯ હજારની લુંટ કર્યાની બે સામે ફરીયાદ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રભાઈ છોટાભાઈ પટેલ, ઉ.વ.૪૬, રે. પટેલ કોલોની શેરી નં.૦૯, અગમ રેસીડેન્સી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૮–ર૦ર૧ના જામનગરના ખોડીયાર કોલોની ક્રિષ્ના મેડીકલ ની બાજુની શેરીમાં ઓફીસ પાસે ફરીયાદી અંધાશ્રમ આવાસ ખાતે તેઓના મિત્રને મળવા ગયેલ હતા તે દરમ્યાન આરોપી દિવ્યરાજસિંહ તથા બે અજાણ્યા માણસો એ ફરીયાદી ધર્મેન્દ્રભાઈનો પીછો કરી ઓફીસ પાસે જઈ ને આરોપીઓએ ફરીયાદી ધર્મેન્દ્રને કહેલ કે તુ કેમ બદકામ કરવા અમારા વિસ્તાર આવેલ છો અને તારા ઘરે જાણ કરી દેસું તેમ કહી ફરીયાદી ધર્મેન્દ્રભાઈને છરી બતાવીને ઈજા કરવાના ભયમાં મુકીને ફરીયાદી ધર્મેન્દ્રભાઈ પાસેથી રૂ.ર૯૦૦૦/– બળજબરીથી કઢાવી લઈ ગુનો કરેલ છે.

ચલણી સિકકા વડે જુગાર રમતા ચાર ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૮–ર૦ર૧ના શંકર ટેકરી, ન્યુ જેલ પાછળ, ગણેશવાસ, રામાપીરના ચોક પાસે જામનગરમાં આ કામના આરોપીઓ મીલનભાઈ મગનભાઈ પુરબીયા, રાજુભાઈ મેપાભાઈ ગંગેડી, યાસીન ઉર્ફે વડો ઈકબાલભાઈ દોદેપોત્રા, હસનભાઈ ઈસ્માઈલભાઈ ઠાસરીયા, રે. જામનગરવાળા રૂપિયાના દરનો સિકકો ઉછાળી કાટ છાપનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા રેઈડ દરમ્યાન રૂ.૬,૪૦૪/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

શાંતિનગર–૧માં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે  શખ્સ ઝડપાયો : એક ફરાર

જામનગર : અહીં સીટ ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૮–ર૦ર૧ ના શાંતિનગર–૧, યોગી પાન પાસે, જામનગરમાં આ કામના આરોપી ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો સુરેન્દ્રસિંહ ઝાલા, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– ની રાખી નીકળતા રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સહદેવસિંહ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી ફરાર થઈ ગયેલ છે  આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઈંગ્લીશ દારૂની બાવન બોટલ સાથે શખ્સ ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૮–ર૦ર૧ના પટેલ કોલોની શેરી નં.૯/ર, આર.એમ.ગોરીયા સ્કુલ સામે, આદેશ્વર રેસીડેન્સીના પાર્કિંગ જામનગરમાં આ કામના આરોપી સહદેવસિંહ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જાની મારૂતી અલ્ટો કાર જેના રજી.નં.જી.જે.૧૦–એપી–૩૧૭૮, કિંમત રૂ.ર,૦૦,૦૦૦/– માં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ–પર, કિંમત રૂ.ર૬,૦૦૦/– ની વેચાણ અર્થે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરી રેઈડ દરમ્યાન આરોપી સહદેવસિંહ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી, હાજર નહીં આવી ગુનો કરેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દરેડ મસીતીયા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૮–ર૦ર૧ના મસીતીયા રોડ, શ્રી ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાનની બાજુમાં ગલીમાં આ કામના આરોપી વિનોદ છોટાલાલ કશ્યપ, નીખીલ ફરીયાદહુશેન ખાન, મોહમદ અહમદ રફીક અહમદ અંસારી, રે. જામનગરવાળા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦૪ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:45 pm IST)