Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

બફારામાં સતત વધારો

મેઘરાજાના વિરામ વચ્ચે ધૂપ-છાંવનો માહોલ યથાવત

રાજકોટ તા. ૧૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં બફારામાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

મેઘરાજાના વિરામ વચ્ચે આજે પણ ધૂપ-છાંવનો માહોલ યથાવત છે અને બપોરના સમયે અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.

છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા વરસતા નથી જેના કારણે વાવણી બાદ પાકને નુકસાન થવાની ભીતી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૨.૫ મહત્તમ, ૨૫.૪ લઘુત્તમ, ૮૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:42 pm IST)