Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ભાણવડ નજીક બોલેરોમાં લઇ જવાતું ૬૦૦ લીટર બાયોડીઝલ ઝડપાયુ

બોલેરો વાન તથા બાયોડીઝલનો જથ્થો મળી કુલ ૩૬૦૦૦નો મુદામાલ કબ્જે કરી ચાલક સહિત બે શખ્સો સામે ગુનો

ખંભાળિયા તા.૧૦ : ભાણવડ પોલીસ મથકનો સ્ટાફ રવિરાજ હોટેલ પાસે ચેકીંગમાં હતો. ત્યારે પસાર થતી જીજેરપયુ ૩૩૧૮ નંબરની મહિન્દ્રા બોલેરો પીકઅપ વાન પસાર થતાં તેને રોકી પાછળ તલાશી લેતા બેરલમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવેેલું ૬૦૦ લીટર બાયોડીઝલ કિ.રૂ.૩૬૦૦૦નું મળી આવતા પોલીસે બાયોડીઝલનો જથ્થો તથા બોલેરો મળી કુલ રૂ.૩૬૦૦૦નો મુદામાલ કબ્જે કરી બોલેરો ચાલક લખમણ જગાભાઇ શામળા રહે. કોલીખડા તા. પોરબંદર તથા પોરબંદરના ભગા માલદેભાઇ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(1:42 pm IST)