Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સાવરકુંડલાઃ ધારી ગળધરા ખોડિયાર મંદિર જવાના માર્ગનું ખાતમુહૂર્ત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ વેકરીયા

સાવરકુંડલાઃ ધારીના ગળધરા ખોડિયાર મંદિર જવાના માર્ગનું ખાતમુહૂર્ત ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયાની ખાસ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવેલ હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઇ કાબરીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભુપતભાઇ વાળા પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોશી, ધારી તાલુકા પંચાયત પ્રમુખ જયશ્રીબેન અતુલભાઈ કાનાણી, ચલાલા નગર પાલિકા પ્રમુખ ગીતાબેન કારીયા, દાનેવધામ ચલાલાના મહાવીરબાપુ, ઉપપ્રમુખ જયરાજભાઈ વાળા, હિમતભાઈ દોંગા સહિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યો આગેવાનો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:41 pm IST)