Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

શાપર-વેરાવળની કંપનીમાં અડધા લાખના ટુલ્સના પાર્ટસની ચોરી કરનાર પકડાયો

યાસીન હિગોરાને ચોરાઉ ૭ પાર્ટસ સાથે રૂરલ એસઓજીએ ઝડપી લેતા ભેદ ખુલ્યો

તસ્વીરમાં ચોરાઉ  પાર્ટસ અને પકડાયેલ શખ્સ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૦ : શાપર-વેરાવળની કંપનીમાં ટુલ્સના અડધા લાખના પાર્ટસની ચોરી કરનાર શખ્સને રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.

૧પમી ઓગસ્ટ અનુસંધાને રૂરલ એસઓજીના પી.આઇ. સંજયસિંહ જાડેજા, પી.એસ.આઇ. એચ.એમ. રાણા તથા પી.એસ.આઇ. જી.જે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે શાપર-વેરાવળ પાસે પિતૃકૃપા હોટેલ પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલ યાસીન જુસબભાઇ હિંગોરા રે. સર્વોદય હાઉસીંગ બોર્ડ શેરી નં.૭ શાપરને અટકાવી તલાસી લેતા તેના કબ્જામાંથી ટુલ્સમાં વપરાતા પાર્ટસ નંગ-૪૦ કિ. પ૦,૦૦૦ મળી આવતા આ અંગે તેની કડક પુછપરછ કરતા આ પાર્ટસ મેગોટેકસ કંપનીમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા શાપર-વેરાવળ પોલીસના હવાલે કરાયો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જીના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, હેડ કો. અમીતભાઇ કનેરીયા, હિતષભાઇ અગ્રાવત, અતુલભાઇ ડાભી, પો.કો. વિજયગીરી તથા નિરાલાબેન સહિતનો સ્ટાફ જોડાયો હતો. 

(1:40 pm IST)