Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પ્રાંચી ગામે બેંક ઓફ ઇન્ડીયા તથા SBI બેંકમાં ચોરીના પ્રયાસના ૨ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટઃ બે ઝડપાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૦: જૂનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસીંહ પવાર તથા ગીર - સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મિલ્કત સંબધીત દ્યરફોડ/ચોરી/ લુંટના બનતા ગુન્હાઓ અટકાવવા તથા અનડીટેકટ રહેલ ગુના ડીટેકટ કરવા સુચના આપવામાં આવેલ હોય છે અનુસંધાને ક્રાઇમ બ્રાંચ ગીરસોમનાથના પોલીસ ઇન્સપેકટરશ્રી વી.આર.રાઠોડ તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી કે.જે.ચોહાણ સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી વી.યુ.સોલંકી સાહેબના માર્ગદર્શન મુજબ ગઇકાલ તા .૮/૮૨૦૨૧ ના રોજ એલ.સી.બી ગીરસોમનાથના પોલીસ સબ ઇન્સપેકટર વી.યુ.સોલંકી સાહેબ સાથે એ.એસ.આઇ અજીતસીંહ પરમાર તથા પો.હેડ.કોન્સ . શૈલેષભાઇ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર , રાજુભાઈ ગઢીયા, નરેન્દ્રભાઇ પટાટ તથા પોલીસ કોન્સ ઉદયસિંહ સોલંકી, એ રીતેના પો.સ્ટાફ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મોરાસા જતા રસ્તે વૃંદાવન ચોકડી પાસે આવતા સંયુકત રીતે બાતમી રાહે હકીકત મળેલ કે સુત્રાપાડાના પ્રાંચી દ્યંટીયા ગામે બેંક ચોરીનો પ્રયાસ થયેલ જે સીસીટીવી ફુટેજમાં જોવા મળેલ જે ગુન્હામાં સંડોવાયેલ બંને ઇસમો પ્રાંચી તરફ થી વેરાવળ બાજુ આવે છે . તેવી હકીકત આધારે વોચમાં રહી સદરહું બાતમી વાળા ઇસમોને રોકાવી જેઓને આ કુટેજ બતાવી સીસીટીવી ફુટેજ તથા મોબાઇલ સર્વેલન્સના આધારે યુકતી પ્રયુકતી અને તેઓને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા બંને ઇસમો ની સંડોવણી જણાઇ આવતા બંને ઇસમોને સુત્રાપાડા પોલીસ સ્ટેશનના (૧) ગુ.ર.નં.૧૧૮૬૦૦૬૨૧૦૪૬૬/૨૧ આઇ.પી.સી.કલમ ૩૭૯,૪૨૭૫૧૧,૧૧૪ તથા (૨) ગુ.ર.નં ૧૧૮૬૦૦૬૨૧૦૪૬૭ આઇ.પી.સી.કલમ ૩૮૦,૪૫૭,૪૨૭૫૧૧,૧૧૪ મુજબના અનડીટેકટ રહેલ ગુના ડીટેકટ કરી બંને વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સુત્રાપાડા પો સ્ટે . ખાતે સોંપવામાં આવેલ છે .

ગુનાઓની વિગત

(૧) તા.૧૭/૬/૨૧ ના રાત્રીના એક વાગ્યાની આસપાસ સુત્રાપાડા પો.સ્ટે . વિસ્તારના પ્રાંચી ગામે બેંક ઓફ ઇન્ડીયા શાખા પ્રાંચી દ્યંટીયાશાખામાં બેંકની પાછળના ભાગે બારીનો કાચ તોડી લોખંડની ગ્રીલ કાપી બેંકમાં તોડફોડ કરી રૂ .૩૦૦ / - નું નુકશાન કરી ચોરી કરવાનો પ્રયાસ કરી ગુન્હો કરેલ છે .

( ર ) તા .૨૭/૬/૨૧ ના રાત્રીના દોઢ વાગ્યા આસપાસ સુત્રાપાડા પો.સ્ટે . વિસ્તારના પ્રાંચી ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા બ્રાન્ચ પ્રાંચી દ્યંટીયા શાખાના મેઇન દરવાજાનું શટર તથા લોખંડની ગ્રીલના દરવાજાના તાળા તોડી દરવાજાઓમાં રૂ ૫૦૦૦ નું કરી તથા બેંકની અંદર પ્રવેશ કરી બે સી.સી.ટી.વી કેમેરા તોડી કી.રૂ .૨૦૦૦ / - મળી કુલ કી.રૂ. ૭૦૦૦ નું નુકશાન કરી બેંકની દીવાલ તથા મેઇન દરવાજાના કાચ તથા ઓફીસના કાચ પર અંગ્રેજીમાં લખી ચોરી કરવાનો પ્રયાસ કરી ગુન્હો કરેલ છે .

આરોપીઓ

( ૧ ) જયેશભાઇ ઉર્ફે ડેવીલ વીઠ્ઠલભાઇ ઝાલા કારડીયા રાજપુત ઉ.વ. ૧૯ રહે વાસાવડ આલીદ્ર રોડ તા.સુત્રાપાડા

( ૨ ) કાયદાના સંધર્ષમાં આવેલ બાળ કીશોર

(૩) ગુનો કરવાની એમ.ઓ ૅં -

પકડાયેલ મજકુર બંને ઇસમોની વધુ પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે બંનેએ હોલીવુડ મુવી ઙ્ક ખ્સ્ન ળ્ં્ય લ્ચ્ચ્ પ્ચ્ ઙ્ક જોઇ તેના પરથી પ્રેરણા મેળવી દીવસના બેંકની રેકી કરી બાદ રાત્રી ના બેંકમાં ચોરી કરવાના ગુના આચરેલ હોવાનું જણાવેલ . છે

(૪) અગાઉ આચરેલ ગુહાની વિગતઃ

મજકુર બંને ઇસમોની વધુ પુછપરછ તથા તપાસ કરતા આજ થી એકાદ મહીના પહેલા રાજકોટ શહેરમાં બંને ઇસમ SBI બેંકમાં ચોરી કરવા ગયેલ જે બાબતે રાજકોટ ભકિતનગર પો.સ્ટે.માં ગુ.ર.નં ૧૧૨૦૮૦૫૨૨૧૨૦૩૦/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૮૦,૫૧૧,૧૧૪ , મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમા બંને પકડાયેલ લેવાનું જણાયેલ છે .

(1:36 pm IST)