Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ર૦ લાખ માછીમારો આવક વગરનાઃ ગંભીર સ્થિતી

સોનાના દાગીના વેચી બેંકોમાંથી લોનો લઈ ધંધો શરૂ કરવાનો પ્રયત્ન કરતા માછીમારોને મોટી મુશ્કેલીઓ : વેરાવળમાં રજુઆત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૦: સાગરપુત્ર ફાઉન્ડેશન માછીમાર બોટ એસો.દ્રારા મીટીંગ મળેલ હતી તેમાં માછીમારી એક માસ મોડી શરૂ કરવા નિર્ણય ર૦ લાખ જેટલાની રોજીરોટી ઉપર ગંભીર સ્થિીતી પેદા થઈ શકે છે અનેકંધંધાઓ બંધ થયેલ છે સરકાર આ નિર્ણય ને લઈ માછીમારોમાં રોષ ફેલાયેલ છે ત્યારે બીજી બાજુ અમુક લોકો માછીમારી રોકવાના પ્રયત્નો કરી રહેલ છે તેવો આક્ષેપ થયેલ હતો.

સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સંયુકત માછીમાર બોટ એસો.ના પ્રમુખ તુલશી ગોહેલે જણાવેલ હતું કે માછીમારીની મીટીંગ મળેલ હતી તેમાં દરેક રોષભેર જણાવેલ કે એક માસ મોડી માછીમારી કરવા માટેનો સરકાર નિર્ણય ખુબજ ખોટો છે વાવાઝોડા સહીત અનેકમુશ્કેલીઓમાં માછીમારોની મોટી નુકશાની આવેલી છે બે વર્ષથી સીઝન નિષ્ફળ ગયેલ છે માછલીના ભાવો પ૦ ટકા ઓછા થયેલ છે એક્ષેપોર્ટ માં કરોડો રૂપીયા સલવાય ગયેલ છે મોટાભાગની બોટો ઘણા સમયથી કીનારે બાંધેલ છે માછીમારો પોતાના સોનાના દાગીના વેચી બેંકોમાંથી લોન લઈ ધંધો કરવાનો પ્રયત્ન કરે છે પણ સીઝન એક મહીનો પાછળ થઈ જવાથી ર૦ લાખ જેટલા માછીમારોનું બીજી કોઈ આવકનું સાધન નથી બેરોજગાર બનીને ઘરે બેસવાનો વારો આવશે જેથી અનેક પરીવારોને સ્થિીતી ગંભીર બનેલ છે માછીમારો દ્રારા દરીયામાં જવાનો પ્રયત્ન શરૂ કરેલ પણ અમુક તત્વો દ્રારા રોકવાનો  પ્રયત્ન થયેલ છે અને ખોટી ફરીયાદો થઈ રહી છે આવા બનાવોથી દરીયા કિનારે વસ્તા લાખો માછીમારો ભુખમરામાં ધકેલાય જશે તેથી તાત્કાલીક સરકાર દ્રારા વિચારણા કરવામાં આવે તેવી માંગ કરાયેલ છે.

(1:34 pm IST)