Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વાંકાનેરમાં બાંધકામની સાઇટ પર પડી જતાં મજૂરનું મોત

સવાઇ ગોદારાએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૦: વાંકાનેર ટોલનાકા નજીક સીએનજી પેટ્રોલ પંપ પાસે નવા બાંધકામની સાઇટ પર મજૂરી કરતી વખતે પડી જતાં માથામાં ઇજા થતાં મોત નિજપ્યું હતુ.

જાણવા મળ્યા મુજબ પરપ્રાંતિય સવાઇભાઇ કુંભારામ ગોદારા (ઉ.વ.૨૨) વાંકાનેર સીએનજી પંપ નજીક નવી બની રહેલી હોટેલની સાઇટ પર બાંધકામની મજૂરી કરતી વખતે પડી જતાં માથામાં ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

(12:07 pm IST)