Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

શ્રી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીને શાકભાજીનો શ્રૃંગાર

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્યાત સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પરમ પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, તેમજ કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આજરોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના નિજ મંદિરમાં ભવ્ય વિધ વિધ જાતના 'શાકભાજીના શણગાર દર્શન' આજરોજ મંગળવારના રાખવામાં આવેલ છે, તેમજ આજે મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે કરવામાં આવેલ હતી, તેમજ દાદા ની ભવ્ય શણગાર આરતી સવારે ૭: ૩૦ કલાકે કરવામાં આવેલ હતી જ શણગાર આરતી કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીએ ઉતારેલ હતી, આ ઉપરાંત ગઈકાલે શ્રાવણમાસ ના પ્રથમ સોમવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માં આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર માં સવારે ૭ થી ૧૦ વિશેષ શિવ પૂજા શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીએ વિશેષ શિવ પૂજા ગઈકાલે કરેલ હતી જ પૂજન અર્ચન બ્રાહ્મણ દ્વારા મંત્રોચારવિધિથી ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે કરવામાં આવેલ હતી આખો શ્રાવણમાસ રોજ સવારે ૭ થી ૧૦ શિવ પૂજા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આખો શ્રાવણમાસ વિધ વિધ ધાર્મિક કાર્યક્રમો થશે.

(12:06 pm IST)